મુંબઇ હુમલાના આરોપી હેડલી પર અમેરિકાની જેલમાં જીવલેણ હુમલો

News18 Gujarati
Updated: July 24, 2018, 9:05 AM IST
મુંબઇ હુમલાના આરોપી હેડલી પર અમેરિકાની જેલમાં જીવલેણ હુમલો
હેડલી લશ્કર-એ-તોઈબાના અંડર કવર એજન્ટ તરીકે કામ કરતો હતો

  • Share this:
મુંબઈમાં થયેલા આતંકી હુમલો 26/11નો આરોપી ડેવિડ હેડલી પર અમેરિકાની શિકાગો જેલમાં કેદીઓએ હુમલો થયો છે. જેમાં તે ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે. ઘટનાને પગલે તેને એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેની હાલત હાલ ગંભીર જણાવવામાં આવી રહી છે. તેને આઇસીયુમાં દાખલ છે. નોંધનીય છે કે જેલમાં બે કેદીઓએ હેડલી પર 8 જુલાઈએ હુમલો કર્યો હતો. અમેરિકી અધિકારીઓ આ અંગે કોઇ પણ ટિપ્પણી કરવાની સ્પષ્ટ ના પાડી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકી નાગરિક હેડલી પાકિસ્તાનની ખાનગી એજન્સી આઈએસઆઈ માટે કામ કરતો હતો અને 26/11 મુંબઈ હુમલાના કાવતરામાં તે સામેલ હતો. શિકાગોની જેલમાં બે કેદીઓએ 8 જુલાઈએ હેડલી પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રૂપથી ઘાયલ હેડલીને શિકાગોની એક હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. જે લોકોએ હેડલી પર હુમલો કર્યો છે, તે બન્ને ભાઈ છે અને પોલીસકર્મીઓ પર હુમલાના આરોપમાં અત્યારે જેલમાં બંધ છે.

35 વર્ષની થઇ છે સજા

હેડલી લશ્કર-એ-તોઈબાના અંડર કવર એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે આતંકી હુમલા માટે ભારતમાં ઘણા સ્થળોએ ફરીને રેકી કરી અને ઘણી માહિતી પણ મેળવી હતી. હેડલી સપ્ટેમ્બર 2006થી જુલાઈ 2008 દરમિયાન 5 વાર ભારત આવ્યો હતો. હુમલાના સ્થળોના ફોટો લઈને તેણે પાકિસ્તાન જઈને તેની ચર્ચા કરી હતી. પાકિસ્તાનમાં લશ્કરની ટ્રેનિંગ કેમ્પમાં પણ તે ગયો હતો. 24 જાન્યુઆરી 2013ના રોજ અમેરિકી કોર્ટે તેને દોષિત જાહેર કર્યો હતો. મુંબઈ હુમલામાં તેની ભૂમિકા માટે તેને 35 વર્ષની સજા થઈ છે.
First published: July 24, 2018, 9:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading