ગેરકાયદે બોર્ડર પાર કરવા બદલ 2400 ભારતીયો USની જેલમાં બંધઃ રિપોર્ટ

News18 Gujarati
Updated: November 13, 2018, 10:46 AM IST
ગેરકાયદે બોર્ડર પાર કરવા બદલ 2400 ભારતીયો USની જેલમાં બંધઃ રિપોર્ટ
પ્રતિકાત્મક તસવીર

જેલમાં બંધ રહેલા લોકોએ એવી દલીલ કરી છે કે ભારતમાં તેમના પર જુમલ ગુજારવામાં આવતો હતો આથી તેમને અમેરિકામાં જ આશ્રય આપવામાં આવે.

  • Share this:
નવી દિલ્હીઃ તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે ગેરકાયદે રીતે બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચેલા 2,400 જેટલા ભારતીયો અમેરિકાની જેલમાં બંધ છે. આ લોકોએ અમેરિકન સરકાર પાસેથી આશ્રય માંગ્યો છે.

બોર્ડર પાર કરવાના કેસમાં કે પછી પાર કર્યા બાદ પકડાયેલા લોકોમાં પંજાબના સૌથી વધારે લોકોનો સમાવેશ થાય છે. આ લોકોને અમેરિકાની પોલીસે વિવિધ જેલમાં બંધ કરી દીધા છે. જેલમાં બંધ રહેલા લોકોએ એવી દલીલ કરી છે કે ભારતમાં તેમના પર જુમલ ગુજારવામાં આવતો હતો આથી તેમને અમેરિકામાં જ આશ્રય આપવામાં આવે.

નોર્થ અમેરિકન પંજાબી ઓસોસિએશને(એનએપીએ) માહિતી મેળવવાના અધિકાર અંતર્ગત માંગેલી માહિતીમાં આ વિગતો સામે આવી હતી. જે પ્રમાણે 2,382 ભારતીયો હાલ અમેરિકાની 86 જેટલી જેલોમાં બંધ છે.

એનએપીએના પ્રમુખ સતલામ એસ ચહલે ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાતચીત કરતા કહ્યુ કે, "અમેરિકાની વિવિધ એજન્સીઓ તરફથી અટકાયત કરવામાં આવેલા મોટા ભાગના લોકોએ એવું કહીને અમેરિકામાં આશ્રય માંગ્યો છે કે, ભારતમાં તેમના પર જુલમ ગુજારવામાં આવી રહ્યો હતો."

આ પણ વાંચોઃ ...તો 2020માં ટ્રમ્પની પાર્ટી સામે રાષ્ટ્રપતિની ચૂંટણી લડશે એક ભારતીય

ચહેલે વધુમાં કહ્યુ કે, "આ ખરેખર ચિંતાજનક બાબત છે. હજારોની સંખ્યામાં ભારતીયો અમેરિકાની જેલમાં સબળી રહ્યા છે. તેમાંથી મોટા ભાગના લોકો પંજાબમાંથી આવે છે."અમેરિકામાં પકડાયેલા ભારતીયો અંગે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહેલા ચહેલે વધુમાં કહ્યુ કે, "પંજાબમાં હ્યુમન ટ્રાફિકિંગનું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલી રહ્યું છે. જેની સાથે સંકળાયેલા લોકો પંજાબની યુવા પેઢીને પોતાનું ઘર છોડીને અમેરિકા જવા માટે ઉશ્કેરે છે. આ લોકો યુવાઓને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ અપાવવા માટે રૂ. 30થી 35 લાખ વસૂલી રહ્યા છે."

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયા બાદ અમેરિકામાં પ્રવેશને લઈને ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. અમેરિકાએ પોતાની ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફાર કર્યા છે. એટલું જ નહીં બોર્ડર પાર કરીને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશતા લોકો પર લગાવવા પર પણ આકરા પગલાં ઉઠાવ્યા છે.
First published: November 13, 2018, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading