Home /News /world /

મેક્સિકો: ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી 24નાં મોત 49 ઘાયલ

મેક્સિકો: ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી 24નાં મોત 49 ઘાયલ

ફટાકડાના ગોદામોમાં આગ લાગવાથી એક પછી એક ઘણાં વિસ્ફોટ થયા હતાં

    મેક્સિકોમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના થઇ હતી. મેક્સિકોના મધ્ય ભાગમાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી એક પછી એક ઘણાં વિસ્ફોટ થયા હતાં. ન્યૂઝ એજન્સી એપી પ્રમાણે આ દુર્ઘટનામાં 24 લોકોના મોત નીપજ્યાં છે જ્યારે 49 લોકો ઘાયલ થયા છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

    મૃતકોમાં ફાયર બ્રિગેડના ચાર કર્મચારી અને બે પોલીસવાળા પણ સામેલ છે. ટૂલટેપેક શહેરમાં સ્થાનિક સમયાનુસાર સવારે સડા નવ વાગ્ચે પહેલો વિસ્ફોટ થયો હતો અને પછી આગ અન્ય ગોડાઉનોમાં પણ ફેલાઇ ગઇ હતી. પોલીસ અને અગ્નિશમન દળ આગ બંધ કરવાના અથાગ પ્રયત્નો કર્યા હતાં.

    મહત્વનું છે કે જ્યારે પહેલો વિસ્ફોટ થયો તો લોકો જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતાં. આ દરમિયાન ફેક્ટરીમાં બીજો વિસ્ફોટ પણ થયો હતો. જેના કારણે ઘણાં લોકો માર્યા ગયા હતાં. આ શહેરના ઘણાં લોકો ફટાકડા બનાવીને પોતાની રોજગારી મેળવતા હતાં. અહીંય વિસ્ફોટ થવા નવી વાત નથી. જેના કારણે ફટાકડા ફેક્ટરીમાં સુરક્ષા અને નોંધણી પર હંમેશા સવાલો રહ્યાં કરે છે. આ ખાસ મુદ્દાઓ પર ધ્યાન ન આપતાં આ પહેલા પણ ઘણાં જીવલેણ દૂર્ઘટના ઘટી છે.

    આ અંગે રેડક્રોસે ટ્વિટ કર્યું કે, 'સવારે આગમાં પોલીસ અને ફાયરબ્રિગેડ સહિત જે લોકોના મોત થયા છે. જેની પર અમને ઘણું દુખ હતું.' પોલીસ હાલ આગ કયા કારણે લાગી તેનું કારણ શોધી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Mexico, વિસ્ફોટ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन