Home /News /world /મેક્સિકો: પાઇપલાઇનમાંથી પેટ્રોલ ચોરતા સમયે આગ લાગી 21 લોકો ભડથુ થઈ ગયા

મેક્સિકો: પાઇપલાઇનમાંથી પેટ્રોલ ચોરતા સમયે આગ લાગી 21 લોકો ભડથુ થઈ ગયા

મેક્સિકોમાં આગ લાગી ત્યારે લોકો બાલ્ટીમાં ઈંધણ લઈને જઈ રહ્યાં હતા. તસવીર AP

સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી તેલ ચોરી કરવા માટે એકઠા થયા હતા ત્યારે જ આગ લાગી

    ન્યૂઝ 18 ગુજરાતી: મધ્ય મેક્સિકોમાં શુક્રવારે ઓઇલની એક પાઇપલાઇનમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકો બળીને ભડથુ થઈ ગયા હતા.
    આ ઘટનામાં 21 લોકોના મૃત્યુની સાથે અનેક લોકો ઘાયલ પણ થયા હતા. ઘટના પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કાર્ય શરૂ છે.

    મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ટ્રેસ મૅન્યુઅલ લોપેઝે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ત્લાહેલિપનમાં પાઇપલાઇનમાં વિસ્ફોટ બાદ આગ લાગી અને લોકોના મૃત્યુ થવાની ઘટનાથી હું દુઃખી છુ. હું સમગ્ર સરકારને અપીલ કરુ છુ કે સ્થાનિકોની શક્ય હોય તેટલી મદદ કરે.

    જ્યારે ડિડાલ્ગો પ્રાંતના ગવર્નર ઉમર ફયાદે જણાવ્યું હતું કે ત્લાહેલિલપનમાં થયેલા ઘડાકામાં આશરે 77 અન્ય લોકો પણ ઘાયલ થયા છે. સ્થાનિક લોકો પાઇપલાઇનમાંથી લિકેજ થઈ રહેલું ઈંધણ એકઠું કરી રહ્યા હતા ત્યારે આગ લાગી. મીડિયાના અહેવાલો મુજબ, જ્યારે આગ લાગી ત્યારે અનેક લોકો બાલ્ટીમાં ઈંધણ લઈને દોડી રહ્યા હતા.

    ફયાદે કહ્યું, ' અમને જાણ થઈ છે કે અહીંયાથી લોકો ઈંધણ ચોરી રહ્યાં હતા, જેની જાણ અધિકારીઓને આગ લાગ્યા બાદ થઈ હતી. 'ગવર્નરે જણાવ્યું હતું કે ફાયર બ્રિગેડ અને સરકાર તેમજ સ્થાનિક પ્રશાસન અને સરકારી ઓઇલ કંપની 'પેમેક્સ'ની એમ્બ્યૂલન્સ પીડિત લોકોની સહાયતા કરવા માટે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

    આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્દ્રસ ઇમૅન્યુઅલ લોપેજ ઈંઘણ ચોરીના વિષયમાં રાષ્ટ્રીય સ્તર પર નવી યોજનાઓ લાગુ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. 'પેમેક્સ' પાઇપલાઇનોમાંથી ઈંધણની ચોરી થવાના કારણે મેક્સિકોને વર્ષ 21017માં ત્રણ અબજ ડૉલરનું નુકસાન થયું હતું.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Fire incident, Mexico, મોત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन