Home /News /world /

વિલિયમ ડી નોર્ડહોર્સ અને પોલ એમ રોમરને મળશે અર્થશાસ્ત્રનો નોબેલ

વિલિયમ ડી નોર્ડહોર્સ અને પોલ એમ રોમરને મળશે અર્થશાસ્ત્રનો નોબેલ

વિલિયમ ડી નોર્ડહોર્સ અને પોલ એમ રોમરને મળશે અર્થશાસ્ત્રનો નોબેલ

આ બંને વિજેતા અમેરિકી અર્થશાસ્ત્રીઓને પુરુસ્કારમાં રકમ તરીકે 90 લાખ સ્વીડિશ ક્રોનર (લગભગ 7.35 કરોડ રૂપિયા)મળશે

    ઇકોનોમિક્સના ક્ષેત્રમાં દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ પુરુસ્કારની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એેકેડમી ઓફ ઇકોનોમિક્સે સોમવારે જલવાયુ પરિવર્તન અને આર્થિક વિકાસ પર શોધ માટે વિલિયમ ધ નોર્ડહોસ અને પોલ એમ રોમરને 2018માં અર્થશાસ્ત્રનો નોબેલ સન્માન આપવાની જાહેરાત કરી હતી.
    ગત વર્ષે ઇકોનોમિક્સનો નોબેલ પુરુસ્કાર રિચર્ડ એચ થેલરને મળ્યો હતો. તેમને આ એવોર્ડ બિહેવિયરલ ઇકોનોમિક્સમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો હતો.

    વિલિયમ નોર્ડહોસ યેલ યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન (પીજી) યેલ યુનિવર્સિટીમાં જ કર્યું છે. તેમણે પ્રતિષ્ઠિત મૈસાચુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઈટી)માંથી પીએચડી પુરી કરી હતી. જ્યારે પોલ રોમર ન્યૂયોર્ક વિશ્વ વિદ્યાલયના સ્ટર્ન સ્કુલ ઓફ બિઝનેસ સાથે જોડાયેલા છે.



    આ બંને વિજેતા અમેરિકી અર્થશાસ્ત્રીઓને પુરુસ્કારમાં રકમ તરીકે 90 લાખ સ્વીડિશ ક્રોનર (લગભગ 7.35 કરોડ રૂપિયા)મળશે. તેમને 10 ડિસેમ્બરે સ્ટોકહોમમાં કિંગ કાર્લ XVI ગુસ્તાફના હાથે એક કાર્યક્રમમાં આ ઇનામ આપવામાં આવશે. નોબેલ એવોર્ડની શરૂઆત કરનાર એલ્ફ્રેડ નોબેલની વરસીના દિવસે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

    આ વખતે સાહિત્યનો નોબેલ એવોર્ડ આપવામાં આવશે નહીં. છેલ્લા 70 વર્ષમાં પ્રથમ વખત સાહિત્યનો નોબેલ એવોર્ડ આપવામાં આવશે નહીં.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: 2018 Nobel, Nobel in Economics, Paul Romer, William Nordhaus, નોબલ પુરસ્કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन