Home /News /world /

લંડન: ગેટવિક એરપોર્ટ પર ડ્રોનનાં કારણે 765 ફ્લાઇટ કરાઇ રદ, બેની ધરપકડ

લંડન: ગેટવિક એરપોર્ટ પર ડ્રોનનાં કારણે 765 ફ્લાઇટ કરાઇ રદ, બેની ધરપકડ

બ્રિટનના ગેટવિક એરપોર્ટ ઉપર ડ્રોન ઉડાવીને ડર ફેલાવવાનાં આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બ્રિટનના ગેટવિક એરપોર્ટ ઉપર ડ્રોન ઉડાવીને ડર ફેલાવવાનાં આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

    બ્રિટનના ગેટવિક એરપોર્ટ ઉપર ડ્રોન ઉડાવીને ડર ફેલાવવાનાં આરોપમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે શનિવારે કહ્યું કે ડ્રોનની માહિતી મળ્યા પછી લંડનનું ગેટવિક એરપોર્ટ આશરે 36 કલાક બંધ રહ્યું હતું.

    જ્યારે આ એરપોર્ટ ફરીથી દેખાયુ ત્યારે થોડા જ કલાકોમાં ત્યાં એક ડ્રોન દેખાયુ હતું. જેના કારણે વિમાન સેવાઓ ફરીથી બંધ કરી દેવામાં આવી હતી. જેનાં કારણે એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાઇ ગયા હતાં. આમાંથી મોટાભાગનાં મુસાફરો ક્રિસમસની રજાઓ માણવા જઇ રહ્યાં હતાં.

    લંડનનાં પોલીસ અધિકારી જેમ્સ કોર્લિસે કહ્યું કે ડ્રોનની માહિતી મળી પછી એરપોર્ટ પરથી ટેકઓફ અને લેન્ડિંગ રોકી દેવામાં આવી હતી.સસેક્સ પોલીસે રાતે 10 કલાકે બે જણની ધરપકડ કરી લીધી હતી. હાલ
    આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    આ પહેલા વિમાનો રદ થવાને કારણે બ્રિટનનાં પરિવહન મંત્રી ગ્રેલિને કહ્યું કે આ ઘટનાનો આતંકવાદ સાથે સંબંધ હોવાનાં કોઇ સબૂત નથી. બીબીસી પ્રમાણે ગુરૂવાર રાત સુધી 1,20,000 લોકોએ પોતાની મુસાફરી રદ
    કરાવી હતી.

    ગેટવિક એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું કે શુક્રવારે 765 વિમાનો ત્યાંથી ઉપડવાનાં અને આવવાનો કાર્યક્રમ હતો. ગેટવિકે ચીફ ઓપરેટીંગ અધિકારી ક્રિસ વુડરુફે જણાવ્યું કે સરકાર અને સેના તરફથી ઉઠાવેલા
    મહત્વનાં સાવચેતીનાં પગલાનાં કારણે એરપોર્ટ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Drone, UK, લંડન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन