નેપાળમાં તીર્થયાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 14 લોકોના મોત, 19 ઘાયલ

ઘટના સ્થળની તસવીર

આ દુર્ઘટના નેપાળની રાજધાની કાઠમાંડૂથી 80 કિલોમિટર દૂર સિંધુપાક ચોક જિલ્લામાં ઘટી હતી. બસમાં સવાર તમામ મુસાફરો તિર્થયાત્રાથી પરત ફરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

 • Share this:
  નેપાળના (Nepal) સિંધુપાલ ચોક જિલ્લામાં રવિવારે સવારે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં 14 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે જ્યારે 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી પ્રમાણે 40 મુસાફરો ભરેલી બસ (bus accident) માર્ગ અકસ્માતનો શિકાર બની હતી. મુસાફરો ભરેલી બસ ખાઈમાં ખાબકતા 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જ્યારે 19 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

  મળતી માહિતી પ્રમાણે આ દુર્ઘટના નેપાળની રાજધાની કાઠમાંડૂથી (Kathmandu) 80 કિલોમિટર દૂર સિંધુપાક ચોક જિલ્લામાં ઘટી હતી. બસમાં સવાર તમામ મુસાફરો તિર્થયાત્રાથી પરત ફરી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ તમામ લોકો કાલીચોકમાં ભગવતી મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. હજી સુધી દુર્ઘટનાનું કારણ જાણી શકાયું નથી.

  આ પણ વાંચોઃ-જો તમે સ્માર્ટફોન પાસે રાખીને ઊંઘો છો? તો આ સમાચાર જરૂર વાંચો

  સુત્રોના જણાવ્યા પ્રમાણે વરસાદ પડવાના કારણે રોડ ઉપર ચીકાસ હતી. જેના કરાણે બસ સ્પીપ ખાઈ ગઈ અને ડ્રાઈવરે સ્ટેયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અને બસ અકસ્માતનો ભોગ બની હતી.

  આ પણ વાંચોઃ-આ સરળ ટિપ્સ તમારા અનમોલ અંગ આંખની રાખશે કાળજી

  ઉલ્લેખનીય છે કે, નવેમ્બર મહિનામાં પણ નેપાળમાં એક બસ દુર્ઘટના ઘટી હતી. જેમાં 19 લોકોના મોત થયા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ 40 તીર્થયાત્રિકોથી ભરેલી એક બસ કાલી ચોક મંદિરથી પરત ફરી રહી હતી.

  આ પણ વાંચોઃ-Health Tips: લીંબુના છે આ 15 જોરદાર ફાયદા, ફટાફટ જાણી લો

  તે સમયે લગભગ સવારે સાડા આઠ વાગ્યે બસ સિંધુપાલચોક જિલ્લામાં સુનકોશી ગ્રામીણ નગર પાલિકાની પાસે ખાઈમાં ખાબકી હતી. કાલીચોકથી ભક્તપુર જતી બસના ડ્રાઈવરે અચાનક પોતાનું નિયંત્રણ ગુમાવી દેતા આ દૂર્ઘટના ઘટી હતી.
  Published by:ankit patel
  First published: