Home /News /world /

ઉત્તર બ્રાઝીલના બારમાં ફાયરિંગ, 6 મહિલાઓ સહિત 11નાં મોત

ઉત્તર બ્રાઝીલના બારમાં ફાયરિંગ, 6 મહિલાઓ સહિત 11નાં મોત

પ્રતીકાત્મક તસવીર

ફાયરિંગ કરનારા હુમલાખોરો મોટરસાઇકલ અને 3 કાર લઈ બારમાં પહોંચ્યા હતા

    ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તર બ્રાઝીલના બેલમમાં 11 લોકોની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતકોમાં 6 મહિલાઓ પણ સામેલ છે. પોલીસે કહ્યું કે ઓછામાં ઓછા સાત બુકાનીધારી હુમલાખોરોએ રવિવાર બપોરે બેલમના ગુઆમામાં આવેલા એક બારમાં ફાયરિંગ કર્યું.

    સ્થાનિક મીડિયા અનુસાર, આ હુમલામાં બારના માલિક સહિત પાંચ મહિલાઓ અને છ પુરુષ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. હુમલામાં એક અન્ય વ્યક્તિ ઘાયલ થયો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અનેક ગ્રાહકોએ બારની પાછળ છુપાઈને પોતાનો જીવ બચાવ્યો.

    જોકે, હજુ સુધી ફાયરિંગ પાછળના કારણો વિશે જાણી નથી શકાયું. પરંતુ અંધાધૂંધ ફાયરિંગ કર્યા બાદ હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. ન્યૂઝ વેબસાઇટ જી1 મુજબ, પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી લીધી છે ઘાયલ થયો છે.

    જી1 વેબસાઇટ મુજબ, સાત હુમલાખોરોએ ફાયરિંગ કર્યું જે મોટરસાઇકલ અને 3 કારોથી બારમાં પહોંચ્યા હતા. હુમલા બાદ તમામ ફરાર થઈ ગયા.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Bar, Brazil, Firing, Shooting, પોલીસ

    આગામી સમાચાર