એક, બે નહીં, 10 વખત કોરોના નેગેટિવ આવી મહિલા, તો પણ covid-19થી થયું મોત

એક, બે નહીં, 10 વખત કોરોના નેગેટિવ આવી મહિલા, તો પણ covid-19થી થયું મોત
પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock

મારી માતાને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ત્યારે તેમનો રોજ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રોજ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતો હતો.

  • Share this:
    કોરોના વાયરસની વેક્સીન (corona vaccine ) આવ્યા બાદ કોરોના મહામારી (corona pandemic) સાથે જોડાયેલા કેટલાક જટીલ કેસ સામે આવી રહ્યા છે. આવો જ એક કેસ બ્રિટનમાંથી (britain) સામે આવ્યો છે. અહીં 55 વર્ષની એક મહિલા (britain woman) સતત કોરોના ટેસ્ટ (corona test) કરાવતી રહી હતી. તે 10 વખત કોરોના નેગેટિવ આવી ચુકી હતી. પરંતુ આમ છતાં તેનું કોવિડ-19ના કારણે મોત થયું હતું.

    ધન સનની એક રિપોર્ટ પ્રમાણે 55 વર્ષની ડેબ્રા શો હર્નિયાના ઓપરેશન માટે રોયલ સ્ટોક યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ થઈ હતી. તે આ ઓપરેશન બાદ સ્વસ્થ્ય રીતે રિકવર થઈ રહી હતી. પરંતુ અચાનક તેને શ્વાંસ લેવા માટે તકલીફ પડી રહી હતી અને તે કોમામાં સરી પડી હતી. આ મહિલા પોતાની સર્જરીના બે સપ્તાહમાં જ મોતને ભેટી હતી.



    ડેબ્રાએ કોવિડ ફ્રી વોર્ડમાં રાખવામાં આવી હતી. અને હોસ્પિટલે તેના પરિવારને અંતિમ દર્શન માટે બોલાવ્યા હતા. પરંતુ મોતની તપાસમાં સામે આવ્યું હતું. કે ડેબ્રાનું મોત કોવિડના કારણે થયું હતું. આ સાંભળીને મહિલાના પરિજનોના હોશ ઉડી ગયા હતા. તે જાણવા માંગતા હતા કે જો ડેબ્રાને કોવિડ હતો તો તેને કોવિડ ફ્રી વોર્ડમાં કેમ રાખવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ-રાજકોટની કરુણ ઘટના! પિતાએ પુત્ર-પુત્રી સાથે ઝેરી પીધું, પુત્રનું સારવાર દરમિયાન મોત, કેમ ભર્યું ગંભીર પગલું?

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! ના બેડ મળ્યો ના એમ્બ્યુલન્સ, ચાલુ બાઈક ઉપર જ વકીલનું મોત, માતા-ભાઈનું આક્રંદ

    આ પણ વાંચોઃ-માતાને તડપતી જોઈને મોંઢાથી ઓક્સીજન આપવા લાગી પુત્રીઓ, હૃદયદ્રાવક વીડિયો થયો વાયરલ

    આ પણ વાંચોઃ-કરુણ ઘટના! રાજકોટઃ લગ્નના ચાર દિવસ બાદ નવવધૂએ કરી આત્મહત્યા, મહેંદીનો ઉડે તે પહેલા જ જીવન ટૂંકાવ્યું

    આ મહિલાના પુત્ર ક્રિસના જણાવ્યા પ્રમાણે મારી માતાને જ્યારે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી ત્યારે તેમનો રોજ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ રોજ તેમનો રિપોર્ટ નેગેટીવ આવતો હતો. મારા માતાના ફેંફસાનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જોકે તેમાં પણ કોરોના વાયરસ હોવાનું કોઈ પ્રમાણ ન મળ્યું. આવી સ્થિતિમાં જ્યારે અમે માતાનું મરણપત્ર જોયું તો અમે ચોંકી ગયા હતા.



    ક્રિસે વધુમાં જણાવ્યું હતું કે, આ ડેથ સર્ટિફિકેટમાં લખ્યું હતું કે તેમની માતાનું મોત કોવિડથી થયું હતું. જોકે આ મામલામાં સતત કહેવામાં આવતું હતું કે તેમને કોરોના નહીં પરંતુ નિમોનિયા છે. તેણે વધુમાં જણાવ્યું હતું કે અંતિમ દર્શન માટે અમને પીપીઈ કીટ કે કોઈપણ સુરક્ષના સાધનો વગર મળવા દેવાયા જેથી અમારા પરિવાર ઉપર પણ કોરોનાનો ખતરો વધી ગયો છે.
    Published by:ankit patel
    First published:May 06, 2021, 22:34 pm

    ટૉપ ન્યૂઝ