ન્યૂઝ18 ગુજરાતી : ઉત્તર સીરિયાના અજાજ શહેરમાં એક કાર બોમ્બ બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. મોતનો આંકડો વધવાની આશંકા છે. અજાજ શહેર તુર્કી સમર્થિત સીરિયન વિદ્રોહીઓના કબજાવાળું શહેર છે. અત્યાર સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી નથી લીધી.
તુર્કી સરહદની પાસે આવેલા અજાજ શહેરમાં આ બ્લાસ્ટ હાલના દિવસોમાં સૌથી મોટો બ્લાસ્ટ માનવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ ફિદાયીન હુમલો મોડી સાંજે શહેરના મધ્યમાં મસ્જિદની પાસે ભીડવાળા બજારમાં ઇફ્તાર દરમિયાન થયો. તુર્કી સમર્થિત સીરિયન વિદ્રોહી, બંને દેશોની વચ્ચે સરહદ પાસેના એક વિસ્તારને નિયંત્રિત કરે છે.
બીજી તરફ, રવિવારે ઈસ્લામિક સ્ટેટના પૂર્વ ગઢ રક્કા શહેરમાં એક કારથી કરવામાં આવેલા ફિદાયીન બ્લાસ્ટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા અને 20 અન્ય ઘાયલ થયા છે. બ્રિટેન સ્થિત સંસ્થા સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સે જણાવ્યું કે બ્લાસ્ટમાં પાંચ અસૈન્ય લોકો એન સીરિયન ડેમોક્રેટિક ફોર્સના પાંચ સૈનિક માર્યા ગયા છે. સીરિયન ડેમોક્રેટિક ફોર્સ અમેરિકા સમર્થિત કુર્દિશ અરબ ગઠબંધન છે જેણે ઓક્ટોબર 2017માં શહેરને ઇસ્લામિક સ્ટેટની પકડમાંથી મુક્ત કરાવ્યું હતું.
રવિવારે જ ઇઝરાયલ તરફથી સીરિયા પર કરવામાં આવેલા જવાબી રોકેટ હુમલામાં પણ 10 લોકોના મોત થયા હતા. મૂળે, સીરિયાએ ઈઝરાયલના કબજાવાળા ગોલન હાઇટ્સમાં શનિવાર મોડી રાત્રે બે રોકેટ છોડ્યા હતા. જેમાંથી એક ઈઝરાયલ સરહદમાં પડ્યું. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સ મુજબ સીરિયન હુમલામાં પાંચ નાગરિક અને પાંચ સૈનિકના મોત થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર