બંગાળની ચૂંટણીમાં નહીં ઉતરે સૌરવ ગાંગુલી, બીજેપી નેતૃત્વને પાડી દીધી ના : રિપોર્ટ

લાંબા સમયથી એ વાતની ચર્ચા છે કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પોતાનો સીએમ કેન્ડિડેટ બનાવી શકે છે

લાંબા સમયથી એ વાતની ચર્ચા છે કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને પોતાનો સીએમ કેન્ડિડેટ બનાવી શકે છે

    કોલકાતા : પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભાની ચૂંટણી (West Bengal Assembly Election 2021) યોજાવાની છે. આ વખતે ચૂંટણીમાં સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ટક્કર જોવા મળી શકે છે. લાંબા સમયથી એ વાતની ચર્ચા છે કે બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP)પૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને (Sourav Ganguly)પોતાનો સીએમ કેન્ડિડેટ બનાવી શકે છે. જોકે મીડિયા રિપોર્ટ પ્રમાણે સૌરવ ગાંગુલી હાલ ચૂંટણી લડવાના મૂડમાં નથી. રિપોર્ટમાં દાવો કર્યો છે કે દાદાએ બીજેપીના નેતૃત્વને જણાવી દીધું છે કે તે રાજનીતિમાં ઉતરવા માંગતો નથી અને વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટી માટે ચૂંટણી પ્રચાર પણ કરશે નહીં. જોકે ગાંગુલી તરફથી આ મુદ્દે કોઈ નિવેદન આવ્યું નથી.

    અંગ્રેજી અખબાર ‘ધ ટેલિગ્રાફ’ના ઓનલાઇન એડિશને સૂત્રોના હવાલાથી આ જાણકારી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૌરવ ગાંગુલીએ ગત મહિને બીજેપી સામે એ સ્પષ્ટ કરી દીધું છે કે તે એક્ટિવ પોલિટિક્સમાં સામેલ થવા માંગતો નથી. તે બીસીસીઆઇના ચીફ તરીકે પોતાના રોલમાં ખુશ છે. સૂત્રોએ એમ પણ કહ્યું કે ગાંગુલીએ ના પાડ્યા પછી પાર્ટીએ તેના મનને બદલવા માટે કોઈ દબાણ કર્યું નથી.

    આ પણ વાંચો - આઇપીએલમાં ધોની કેમ ખેલાડીઓને આપતો હતો પોતાની CSKની જર્સી, માહીએ કર્યો ખુલાસો

    અખબારે પોતાના રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી લખ્યું કે ભારતીય જનતા પાર્ટી હંમેશાથી ઇચ્છતી હતી કે સૌરવ ગાંગુલી એક મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે પણ તે કોઈ બીજી ભૂમિકાઓમાં વ્યસ્ત રહ્યો છે. જોકે આજે સ્થિતિ અલગ છે કારણ કે બંગાળમાં અમે મોટી રાજનીતિક તાકાત બની ચૂક્યા છીએ.

    2019ની લોકસભા ચૂંટણીમાં અભૂતપૂર્વ પ્રદર્શન પછી બીજેપી મમતા બેનરજીની આગેવાનીવાળી તૃણમૂલ કોંગ્રેસને ઝટકો આપવા માટે વિધાનસભામાં બહુમત માટે જોર લગાવી રહી છે.
    First published: