Vastu Tips : થાળીમાં 3 રોટલી મૂકવી અશુભ, ઘરમાં આવે છે દરિદ્રતા, જાણો ભોજન પીરસવાના સાચા નિયમ
શાસ્ત્રોમાં ભોજન પીરસવાના નિયમો જણાવાયા છે
Vastu Tips : ભોજન બનાવતી અને પીરસતી વખતે વાસ્તુ નિયમોને ધ્યાનમાં લેવા જોઇએ. તેનાથી દેવી અન્નપૂર્ણાની કૃપા પરિવાર પર રહે છે અને અન્નના ભંડાર ભરેલા રહે છે.
Vastu tips for food: વાસ્તુ શાસ્ત્ર પ્રાચીન સમયથી જ આપણા જીવનનો હિસ્સો રહ્યું છે. તેથી જ તો આપણા વડીલો હંમેશા શુભ અને અશુભ જોઇને જ કોઇ કામની શરૂઆત કરે છે. આપણા ઘરમાં સૌથી મુખ્ય સ્થાન હોય તો તે છે રસોડુ. તેથી જ રસોડાનું વાસ્તુ એકદમ યોગ્ય હોવુ જોઇએ.
વાસ્તુ શાસ્ત્રમાં ફક્ત રસોડાના જ નહીં પરંતુ ભોજન પીરસવાથી લઇને ભોજન ગ્રહણ કરવા સુધીના નિયમો જણાવવામાં આવ્યા છે. ભોજન પીરસતી ખતે પણ વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઇએ નહીંતર ઘરમાં દરિદ્રતા તથા આર્થિક સંકટ છવાઇ જાય છે. ચાલો જાણીએ, વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલા ભોજન પીરસવાના નિયમો વિશે....
હિન્દુ ધર્મમાં કોઇપણ માંગલિક અથવા ધાર્મિક કાર્યના હિસાબે 3 અંક શુભ માનવામાં નથી આવતો. તેથી ભોજનની થાળીમાં 3 રોટલી મુકવી પણ અશુભ માનવામાં આવે છે. થાળીમાં એક સાથે 3 રોટલી પીરસવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. માન્યતા છે કે થાળીમાં 3 રોટલી મૃતકનું ભોજન કહેવાય છે, તેથી કોઇને પણ ભોજન પીરસતી વખતે થાળીમાં બે રોટલી જ મુકવી જોઇએ.
આ વાતોનું રાખો ધ્યાન
વાસ્તુ નિયમો અનુસાર, એ વાતનું ધ્યાન રાખો કે રોટલી હંમેશા થાળી અથવા પ્લેટમાં જ લઇને જાઓ. હાથમાં રોટલી લઇને પીરસવી શુભ માનવામાં નથી આવતી. તેનાથી મા અન્નપૂર્ણા નારાજ થાય છે અને ઘરમાંથી સુખ-સમૃદ્ધિ ચાલી જાય છે.
આ જ રીતે વાસી કણકની રોટલી બનાવવી પણ શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે. ઘણા લોકો વધેલી કણકની રોટલી બનાવે છે. જે યોગ્ય નથી. તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી રહે છે. વાસ્તુ નિયમો અનુસાર હંમેશા તાજી કણક બાંધીને જ રોટલી બનાવો. તેનાથી મા અન્નપૂર્ણા પ્રસન્ન થાય છે અને તેમની કૃપાથી ધન અને ધાન્યની કમી નથી રહેતી.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર