તળાવમાં છલાંગ લગાવનાર યુવતી નહીં દેખાતા આ વિસ્તારના જાણીતા ચંદ્રપૂરના તરવૈયા યુવાનોને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ પારડી પોલીસને કરતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીએ આત્મહત્યા કયા કારણોસર કરી તે હજી સુધી અકબંધ છે. સ્થળ પર પહોંચેલી પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો લઈ પોસ્મોટમ કરવા માટે કાર્યવાહી સરૂ કરી છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ : જિલ્લાના પારડી તાલુકાના કુંતેજ ગામના તળાવમાં એક યુવતીએ મોતની છલાંગ લગાવી આપઘાત (Girl Suicide) કરી લેતા ચકચાર મચી ગઇ હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે પહોંચ્યા હતા. અને બનાવની જાણ ચંદ્રપુર લાઇફ સેવા ટ્રસ્ટ (Chandrapur Life Seva Trust)ના તરવૈયાઓને કરવામાં આવી હતી. આથી તરવૈયાઓની ટીમ સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને ભારે જેહમત બાદ બહાર કાઢ્યો હતો.
આ કરુણ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે, પારડી તાલુકાના દુલસાડ ગામમાં રહેતી 20 વર્ષીય નીતાબેન મોહનભાઈ પટેલ નામની યુવતી પારડી તાલુકાના કુંતેજ ગામના સાસુ વહુના તળાવ તરીકે ઓળખાતા તળાવ પર આવી હતી. અને અચાનક જ તળાવમાં છલાંગ લગાવી દીધી હતી. આ દ્રશ્યો નજીકમાં રહેલી એક યુવતીએ જોતા જ બચાવ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. જેની જાણ થતાં લોકો તળાવ કિનારે પહોંચ્યા હતા.
જોકે તળાવમાં છલાંગ લગાવનાર યુવતી નહીં દેખાતા આ વિસ્તારના જાણીતા ચંદ્રપૂરના તરવૈયા યુવાનોને જાણ કરવામાં આવી હતી. જેની જાણકારી મળતા જ તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીના મૃતદેહને શોધવા કામગીરી શરૂ કરી હતી. પરંતુ તળાવ ઊંડું હોવાથી મૃતદેહ કલાકોની જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ પારડી પોલીસને કરતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીએ આત્મહત્યા કયા કારણોસર કરી તે હજી સુધી અકબંધ છે. સ્થળ પર પહોંચેલી પોલીસે યુવતીના મૃતદેહનો કબ્જો લઈ પોસ્મોટમ કરવા માટે કાર્યવાહી સરૂ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર