વલસાડ: દિલ્હી શ્રદ્ધા હત્યા કેસે આખા દેશમાં ચકચાર મચાવી દીધી છે. ત્યારે વલસાડમાંથી પણ એક અજાણી યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. વલસાડ તાલુકાનાં માલવણ ગામે કરદીવા ફળિયામાં આવેલી ખુલ્લી જમીનમાંથી સળગેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી છે જે અંગે તલસ્પર્શી તપાસ ચાલી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, વલસાડ તાલુકાના માલવણ ગામમાં કરદીવા ફળિયામાં ખુલ્લી જમીનમાંથી સળગેલી હાલતમાં યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની ઉંમર આશરે 25થી 30 વર્ષની જણાવવામાં આવી રહી છે. સ્થાનિક લોકોએ ગામના અગ્રણીઓ અને ગામના સરપંચને ઘટનાની જાણ કરી હતી. સળગેલી હાલતમાં હાડપિંજર મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી હતી. આ ઘટનાની જાણ ડુંગરી પોલીસને થતા વિવિધ ટીમો તપાસે લાગી હતી. લાશનો કબજો મેળવીને સુરત FSLની ટીમ પાસે PM માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
ધીરુભાઈ પટેલની ખુલ્લી જમીનમાં હાડપિંજર જોવા મળતા ગામમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
" isDesktop="true" id="1294664" >
જે અંગેની જાણ નજીકમાં આવેલા ડુંગરી પોલીસ પથકને કરતા પી.એસ.આઇ.ડાભી તેમની સ્ટાફ સાથે દોડી જઈ લાશનો કબજો મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી. યુવતીની લાશ નજીકથી પગના સેન્ડલ અને પાકિટ મળી આવ્યું હતું.
પોલીસનાં પ્રાથમિક અનુમાન પ્રમાણે, મૃતક યુવતી નજીકના ગામની છે. પોલીસે લાશનો કબજો લઈ સુરત પીએમ કરવા માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે.