Home /News /valsad /Valsad: મીઠું પકવતા અગરિયાની સ્થિતિ દયનિય, નુક્સાનનું વળતર પણ નથી મળતું

Valsad: મીઠું પકવતા અગરિયાની સ્થિતિ દયનિય, નુક્સાનનું વળતર પણ નથી મળતું

X
દરિયા

દરિયા નું પાણી લાવવા માટે પણ ઘણી મહેનત કરવા પડે છે

વલસાડ તાલુકાનું ધરાસણા ગામમાં મીઠું પકવવામાં આવે છે. મીઠું પકવતા અગરિયાની હાલ દિનપ્રતિદિન ખરાબ થતી જઈ રહી છે. રાત-દિવસ મહેનત કરવા છતાં યોગ્ય ભાવ મળતા નથી. એક કિલો મીઠુંના માત્ર 2 રૂપિયા મળી રહ્યા છે.

    Akshay kadam, Valsad: ભોજનમાં મીઠું ભુલાઈ જાય તો આખું ભોજન પાણીમાં જાય. મીઠા વગરનું ભોજન ગળે ઉતરતું નથી.પરંતુ મીઠું પકવતા અગરિયાની હાલત કફોડી બની છે. રાતા-દિવસ મહેનત કર્યા બાદ એક કિલો મીઠુંના માત્ર 2 રૂપિયા જ મળે છે. સરકાર દ્વારા ટેકાના ભાવ આપવામાં આવે તેવી માંગ છે. તેમજ નુકસાનનો સર્વે થાય છે પરંતુ વળતર મળતું નથી.

    મીઠાનો વ્યવસાય કરતા અગરિયાઓ દરિયાનું પાણી એકત્ર કરીને જમીનમાં પાળા બનાવીને મીઠાનું ઉત્પાદન કરે છે. ભારે જહેમત બાદ 6 મહિને મીઠુ પાકે છે. કડકડતી ઠંહી હોય કે અંગ દઝાડતી ગરમી હોય. અગરિયાઓ દિવસ -રાત જોયા વગર મહેનત કરે છે. પોતાના પરિવાર સાથે તેઓ જાણે સામાન્ય લોકોથી દૂર રણમાં અલગ દુનિયા વસાવીને રહે છે. બીજી તરફ મીઠાના કોન્ટ્રાક્ટર્સ અને એક દિવસમાં 1,000 ટન મીઠું પેક કરતી રિફાઈનરીના માલિકોલાખો રૂપિયા કમાય છે. તેટલા પૈસા અગરિયાઓ કમાતા નથી.મીઠું બનાવતા લોકોની હાલત આર્થિક રીતે ખુબ જ ખરાબ છે.

    400 ગાડી જેટલું મીઠાનું ઉત્પાદન થાય છે

    આપણા ભોજનનો સ્વાદ સારો રાખવા દિવસ રાત અગરિયા મહેનત કરે .તેમને પોતાની મજૂરી સામે સરખા પૈસા મળતા નથી. અગરિયાઓ આશરે 400 ગાડી જેટલો માલ (એક ગાડીમાં 200 બોરી એટલે 100 ક્વિન્ટલ ) મીઠાનું ઉત્પાદન કરે છે. પરંતુ સરખો ભાવ ન મળવાના કારણે હાલ તેની હાલત કફોડી છે. હવે તેઓ આ ઉદ્યોગને છોડીને અન્યત્ર સ્થળાંતર કરવાનુ વિચારી રહ્યા છે. પરિણામે મીઠા ઉદ્યોગ પર સંકટ તોળાઈ રહ્યુ છે.

    એક કિલો મીઠાના માત્ર 2 રૂપિયા ભાવ મળે

    મીઠું પકવતા જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે, અગરિયાઓ રાત દિવસ મહેનત કરીને મીઠુ પકવતા હોઈ છે. પરંતુ તેમને સારો ભાવ મળતો નથી.રૂપિયા 200નું 1 કવીન્ટલ એટલે 1 કિલો મીઠાના માત્ર 2 રૂપિયા ભાવ થાય છે. સામાન્ય ભાવ મળતા મીઠું પકવતા અગરિયાઓને ભારે મુશ્કેલીનો વેઠવાનો વારો આવ્યો છે.

    અગરિયાઓને પણ ટેકાના ભાવ આપો

    એક બાજુ સરકાર લઘુ ઉદ્યોગોને બેઠા કરવા વિવિધ યોજનાઓ પાછળ કરોડોનું ધોવાણ કરે છે.પરંતુ મીઠું પકવતા ઉદ્યોગની હાલ દયનિય છે. અગરિયાઓની માગ છે કે, સરકાર સારા ભાવ કરી આપે,આ જ મીઠુ મોલમાં અને અન્ય દુકાનોમાં 25 રૂપિયામાં વેચાય છે. અમને અમારી મહેનતનું ફળ આપો.સરકારને અપીલ છે કે, અગરિયાઓને પણ ટેકાના ભાવ આપે.

    નુકસાનનો સર્વે થાય છે પણ વળતર મળતું નથી

    વાતાવરણના કારણે અગરિયાઓને નુકસાન વેઠવું પડે છે.વાવાઝોડામાં ભારે નુકસાન થાય છે. સરકાર વાવાઝોડામાં થયેલા નુકસાનનો સર્વે કરી વળતર આપે છે. પરંતુ વાવાઝોડું આવે છે ત્યારે સર્વે તો થાય છે પરંતુ અગરિયાઓને વળતર મળતું નથી. આ અગાઉ પણ તાઉતે વાવાઝોડું આવ્યું હતું બાદ સર્વે કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યાર સુધી વળતર મળ્યું નથી.

    મીઠા માટે સત્યાગ્રહ થયો હતો

    વલસાડ તાલુકાનું ધરાસણા ગામ સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. અહીં વર્ષ 1930માં ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન લગાવવામાં આવેલા મીઠા પરના વેરાના વિરોધમાં ધરાસણા ખાતે મહાત્મા ગાંધી દ્વારા મીઠા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Farmer in Gujarat, Local 18, Salt, Valsad

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन