Home /News /valsad /

જોખમી ધૂબાકા: દમણના દરિયા કિનારે સગીરોના જોખમી સ્ટન્ટ, વીડિયો થયો વાયરલ

જોખમી ધૂબાકા: દમણના દરિયા કિનારે સગીરોના જોખમી સ્ટન્ટ, વીડિયો થયો વાયરલ

દમણના દરિયામાં જોખમી સ્ટન્ટ.

Daman beach teenager stunts: અત્યારે દરિયામાં બપોરના સમયે મોટી ભરતીનો સમય હોય છે. આવા સમયે દરિયો તોફાની હોય છે. આથી દરિયા કિનારે જવું પણ જોખમી સાબિત થઇ શકે છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: સંઘપ્રદેશ દમણ (Daman)માં અસહ્ય ગરમી પડી રહી છે. આ દરમિયાન દમણના દરિયા કિનારે સગીરો દરિયામાં જોખમી છલાંગ લગાવતા હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral video) થઇ રહ્યો છે. નાની ઉંમરના બાળકો અને સગીરો દરિયામાં મોટી ભરતી વખતે જીવને જોખમમાં મૂકી દરિયામાં કૂદકા મારતા હોય તેવો વીડિયો વાયરલ થતા આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

    બનાવની વિગત મુજબ રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ અત્યારે અસહ્ય ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો અવનવા પ્રયોગ કરે છે. મોટાભાગે બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. એવા સમયે દમણના દરિયા કિનારે બપોરે કેટલાક સગીરો અને બાળકો ગરમીથી છૂટકારો મેળવવા જોખમી ઉપાય કરી રહ્યા છે. દમણના દરિયા કિનારે આવેલી જેટી પર અનેક સગીરો અને બાળકો પોતાના જીવને જોખમમાં મૂકી દરિયામાં જોખમી છલાંગ લગાવી રહ્યા છે.

    મહત્વપૂર્ણછે કે અત્યારે દરિયામાં બપોરના સમયે મોટી ભરતીનો સમય હોય છે. આવા સમયે દરિયો તોફાની હોય છે. આથી દરિયા કિનારે જવું પણ જોખમી સાબિત થઇ શકે છે. એવા સંજોગોમાં દમણના દરિયા કિનારે આ બાળકો અને સગીરો પોતાના જીવને જોખમમાં મૂકી દરિયામાં નહાતા જોવા મળી રહ્યા છે.



    ગરમીથી છૂટકારો મેળવવા આ બાળકો અને સગીરો દરિયામાં છલાંગ લગાવી રહ્યા છે. આ બાળકો કોઈપણ જાતના લાઈફ જેકેટ કે બચાવના કોઈપણ જાતના સાધનો વિના જ બેરોકટોક દરિયા કિનારે આવી રીતે છલાંગ મારતા દેખાઈ રહ્યા છે.

    ઉલ્લેખનીય છે કે દમણના દરિયા કિનારે અનેક વખત ભરતીના સમયે પર્યટકો અને સ્થાનિક લોકો ડૂબવાના બનાવ બને છે. અનેક લોકોના જીવ પણ ગયા છે. એવા સમયે દમણના દરિયા કિનારે મોટી ભરતીના સમયે જ્યારે દરિયો તોફાની હોય છે ત્યારે દરિયામાં નહાવા જવું ખૂબ જ જોખમી સાબિત થઇ શકે છે.

    તેનાથી ઉલટું આ બાળકો અને સગીરો કોઈ પણ જાતની સુરક્ષા વ્યવસ્થા વગર કોઈ રોકટોક વગર જ દરિયામાં જોખમી છલાંગ લગાવતા જોવા મળ્યા છે. દમણના દરિયા કિનારે કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા આવી રીતે જોખમી સ્ટંટ બાજી કરતાં સગીરો અને બાળકોને તંત્ર રોકે તે ખૂબ જરૂરી છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Daman, Teenager, દરિયો, વાયરલ વીડિયો

    આગામી સમાચાર