Home /News /valsad /Valsad: આ યુવાન આંતરાષ્ટ્રીય ટ્રાયથલોન સ્પર્ધામાં ઝડક્યો; જીત્યો ગોલ્ડ મેડલ

Valsad: આ યુવાન આંતરાષ્ટ્રીય ટ્રાયથલોન સ્પર્ધામાં ઝડક્યો; જીત્યો ગોલ્ડ મેડલ

સામાન્ય રીતે આ સ્પર્ધા બહુ ટફ હોય છેપરંતુ વિકી રાઠોડ એ રાત દિવસ મહેનત કરી  

સામાન્ય પરિવારનો 24 વર્ષીય  વલસાડના પારડી સાંઢપોર ગામે રહેતો અને વલસાડની લોટોસ હોસ્પિટલમાં નોકરી કરતો વિકી દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધા એકસાથે સ્વિમિંગ 3.8 કિલોમીટર,સાયકલિંગ 180 કિલોમીટર  અને રનીંગ 42.2 કિલોમીટર સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ જીત્યો

વધુ જુઓ ...
    Akshay Kadam, Valsad: વલસાડના પારડી સાંઢપોરના નવયુવાને હિમાચલમાં યોજાયેલી દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધામાં પ્રથમ આવ્યો. એકદમ સામાન્ય પરિવારનો 24 વર્ષીય વલસાડના પારડી સાંઢપોર ગામે રહેતો અને વલસાડની લોટોસ હોસ્પિટલમાં નોકરી કરતો વિકીદિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન સ્પર્ધા એકસાથે સ્વિમિંગ 3.8 કિલોમીટર,સાયકલિંગ 180 કિલોમીટર અને રનીંગ 42.2 કિલોમીટર સ્પર્ધામાં ભાગ લઈ 16 કલાક 40 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ નંબર મેળવી પારડી સાંઢપોર ગામ તેમજ વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

    સામાન્ય રીતે અલગ અલગ સ્પર્ધાઓમાં અનેક લોકો ભાગ લેતા હોય છે પરંતુ એક સાથે ત્રણ કંટીન્યુ સ્પર્ધામાં ભાગ સ્પર્ધકો મોટા પ્રમાણમાં જોડાતા નથી, હાલમાં જ દિલ્હી ઇન્ટરનેશનલ ટ્રાયથલોન-2022 રમોત્સવ હિમાચલ પ્રદેશમાં રાખવામાં આવી હતી.



    જેમાં વલસાડના પારડી સાંઢપોર ગામે રહેતો અને વલસાડની લોટસ હોસ્પિટલમાં નોકરી કરતો નવયુવાન વિકી પ્રકાશ રાઠોડ એ ભાગ લીધો હતો. એક સામાન્ય પરિવારનો 24 વર્ષીય વિકી રાઠોડ એ લોટસ હોસ્પિટલના ડૉ.સંજીવભાઈ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સ્પર્ધામાં ભાગ લીધો હતો. હિમાચલ પ્રદેશમાં રાખવામાં આવેલી ટ્રાયથલોન નામની સ્પર્ધામાં વલસાડના પારડી સાંઢપોર ગામનો વિકી રાઠોડ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.



    વિકી ની માતા માનસિક રીતે બીમાર છે

    સામાન્ય પરિવાર માંથી આવેલા વિકી રાઠોડ ની માતા માનસિક બીમારી ધરાવે છે. અગાઉ તે પંજાબ નીકળી ગઈ હતી. જોકે તેમને વલસાડની યાદ આવતા તેઓ પરત પાછી ફરી હતી.

    વલસાડ ના ડો. સંજીવભાઈ દેસાઈ એ તરવા માટે મદદ કરી

    વલસાડના લોટસ હોસ્પિટલના ડો.સંજીવભાઈ દેસાઈએ વિકી રાઠોડનેઆવડતું ન હતું. જોકે તેને અતુલ ક્લબમાં તરવા માટે મોકલ્યો હતો. પરંતુ તળાવની અંદર સ્વિમિંગ કરવાનું હતું. જેથી તેને નજીકના ગામમાં આવેલા તળાવમાં તેણે તરવાની પ્રેક્ટિસ કરી હતી.



    સામાન્ય રીતે આ સ્પર્ધા બહુ ટફ હોય છે. પરંતુ વિકી રાઠોડ એ રાત દિવસ મહેનત કરી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
    પ્રથમ વિજેતા બનેલા વલસાડના વીકી રાઠોડ એ જણાવ્યું કે હિમાચલ પ્રદેશમાં યોજાયેલી સ્પર્ધામાં આખા ભારતમાંથી 12 સ્પર્ધકો આવ્યા હતા.



    આ સ્પર્ધા 17 કલાકમાં પૂરી કરવાની હોય છે જેમાં સ્વિમિંગ 3.8 કિલોમીટર, સાયકલિંગ 180 કિલોમીટર અને રનીંગ 42.2 કિલોમીટરની હોય છે વિકી રાઠોડ એ 16 કલાક 40 મિનિટમાં સ્પર્ધા પૂરી કરી પ્રથમ નંબર મેળવ્યો હતો.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gold medals, India Sports, International, National, Valsad

    विज्ञापन
    विज्ञापन