Home /News /valsad /Valsad: પોલીસ સ્ટેશનનો પન્નો ટૂંકો પડ્યો; પીધેલાને રાખવા મંડપ ઊભો કર્યો

Valsad: પોલીસ સ્ટેશનનો પન્નો ટૂંકો પડ્યો; પીધેલાને રાખવા મંડપ ઊભો કર્યો

X
વલસાડ

વલસાડ જિલ્લામાં 31 ની પુર્વ રાત્રીએ 856 જેટલા નબીરા ઝડપાયા

થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએ વાપી પોલીસે સપાટો બોલાવી દીધો છે. 180 થી વધુ લોકોને પીધેલી હાલતમાં ઝડપી લીધા હતા. પોલીસ સ્ટેશન પણ ટૂંકું પડ્યું હતું, પરિણામે મંડપ ઊભા કરવા પડ્યા હતા.

Akshay Kadam, Valsad: થર્ટી ફ્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ પર છે. વલસાડ જિલ્લા પોલીસે વિશેષ એક્સન પ્લાન તૈયાર કર્યો છે. જેના ભાગરૂપે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાયે જ વાપી પોલીસે સપાટો બોલાવી દીધો હતો. 180થી વધુ લોકોને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા. પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં આરોપીઓને લવાતા પોલીસ સ્ટેશન ટૂંકું પડ્યું હતું.

વલસાડ જિલ્લા પોલીસે કુલ 856 જેટલા કેસો કર્યા છે

વલસાડ રૂલર:- 50,વલસાડ સીટી:- 60, વલસાડ ડુંગરી:- 90, પારડી:- 167,
ભિલાડ:- 80, ઉમરગામ:- 46, ઉમરગામ મરીન:- 15, ધરમપુર:- 28, કપરાડા:- 09, નનાપોઢા:- 50, વાપી ટાઉન:- 180, વાપી GIDC:- 91, વાપી ડુંગરા:- 50,



પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવો પડ્યો

આરોપીઓને રાખવા પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવો પડ્યો હતો. વલસાડ જિલ્લાની હદ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલી તથા મહારાષ્ટ્રને અડીને આવેલી છે. આ તમામ પ્રદેશોમાં દારૂની છૂટ છે. આથી 31મી ડીસેમ્બર અને નવા વર્ષની ઉજવણી માટે બૂટલેગરો અવનવી તરકીબો કરી મોટા પ્રમાણમાં આ પ્રદેશોમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે.

પોલીસે તમામ ચેક પોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધર્યું

જિલ્લાને સ્પર્શતી આંતર રાજ્ય ચેક પોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાની 35 આંતરરાજ્ય ચેક પોસ્ટો પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
First published:

Tags: 31st Dec Party, City police, Local 18, Valsad

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો