vapi news: એશિયાની (Asia) સૌથી મોટી વાપી ઔદ્યોગિક વસાહતમાં (Industrial estate) વાપી જીઆઇડીસીનો (Vapi GIDC) પાયો નાખનાર અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિ રજ્જુ શ્રોફને પદ્મભૂષણથી (Padma Bhushan) સન્માનિત કરવામાં આવ્યા છે. પદ્મભૂષણથી સન્માનિત થયા બાદ પ્રથમ વખત રજ્જુ શ્રોફ પ્રથમ વખત વાપી આવ્યા હતા એ વખતે વાપી ઇન્ડસ્ટ્રિઅલ એસોસિએશન દ્વારા પદ્મભૂષણ રજ્જુ શ્રોફનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નવનિયુક્ત નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇનું પણ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.
વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલાઆ બંને મહાનુભાવોના સન્માન સમારંભમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એશોસિયેશન ના હોદ્દેદારો અને વાપીના દિગ્ગજ ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વાપીના ઉદ્યોગપતિઓએ પદ્મભૂષણ રજ્જુ શ્રોફ અને નાણા મંત્રી કનુભાઇ દેસાઇ એ વાપી જીઆઇડીસી ના વિકાસ માટે કરેલા કામો અને આપેલા યોગદાનને યાદ કરી અને તેને બિરદાવ્યું હતું.
તો રજ્જુ શ્રોફ અને નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ પણ વાપી જીઆઇડીસીના અત્યાર સુધીના વિકાસને યાદ કર્યો હતો. અને આ ઉદ્યોગિક વિસ્તારના વિકાસ માટે તેમણે કરેલા સંઘર્ષ ને યાદ કરી અત્યાર સુધી જે ઉદ્યોગપતિઓએ અને સંગઠનોએ વાપી ઔદ્યોગિક વસાહતના વિકાસ માટે આપેલા યોગદાનને યાદ કરી અને તેમને બિરદાવ્યા હતા.
પદ્મભૂષણથી સન્માનિત રજ્જુ શ્રોફ એ વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશનની સ્થાપના કરી હતી અને તેના વિકાસ માટે સર્વોચ્ય યોગદાન આપ્યું હતું. આજે વાપી ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન ની રાજ્યના અગ્રણી ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશનમાં ગણના થાય છે. વાપીના ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા અને અત્યાર સુધી પોતાની ફરજને પૂરી નિષ્ઠા અને ઇમાનદારી સાથે નિભાવનાર કનુભાઇ દેસાઇ પણ રાજ્યના નાણા મંત્રી સુધીની હોદ્દા સુધી પહોંચ્યા છે. આથી વાપીના ઉદ્યોગપતિઓએ તેમની પણ પ્રશંસા કરી હતી અને તેમનું બહુમાન કર્યું હતું.
પદ્મભૂષણ રજ્જુ ભાઈ એ પણ રાજ્યના નવા નાણા મંત્રી કનુભાઇ દેસાઇ ની ફરજ અને કામ પ્રત્યેની પૂરી નિષ્ઠા અને ઇમાનદારી ને બિરદાવી હતી.. મીડિયા સાથે ની વાત માં પણ સમગ્ર દેશ અને દુનિયામાં ઔદ્યોગિક ક્ષેત્રે આગવું નામ ધરાવતા વાપી અને ગુજરાતના ઉદ્યોગોનું ભવિષ્ય ખુબજ ઉજળું હોવાનું વાપીના દિગ્ગજ ઉદ્યોગપતિ અને પદ્મવિભૂષણ રજ્જુ શ્રોફએ જણાવ્યું હતું.
તો રાજ્યના નાણા મંત્રીએ પણ વર્તમાન સમયમાં જે મહાનુભવોએ પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ યોગદાન આપી દેશ અને દુનિયામાં પોતાના ક્ષેત્ર સાથે દેશનું નામ રોશન કરી રહ્યા છે. તેવી લાયક પ્રતિભાઓને દેશના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.. અને દેશમાં હવે સાચા અને લાયક વ્યક્તિઓના કામની અને યોગદાનની કદર થઇ રહી હોવાનું રાજ્યના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું.