Home /News /valsad /વાપીમાં GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે, મેજર કોલ જાહેર

વાપીમાં GIDCની વ્રજ કેમિકલ કંપનીમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે, મેજર કોલ જાહેર

જ્વલનશીલ પદાર્થમાં આગ લાગી હોવાથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ.

Vapi GIDC Fire: વાપીમાં આવેલી જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી છે. ત્યારે 10થી વધુ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

વાપીઃ શહેરમાં આવેલી જીઆઈડીસીની એક કંપનીમાં આગ લાગી છે. ફોર્ટી શેડ વિસ્તારમાં આવેલી વ્રજ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી છે. ત્યારે 10થી વધુ ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

હાલ ફાયરવિભાગ આગને બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યું છે. ત્યારે આસપાસની કંપનીઓમાં પણ આગ ફેલાઈ ગઈ છે. જેને લઈને વધુ ફાયરવિભાગની ટીમ બોલાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

જ્વલનશીલ સોલવન્ટમાં આગ લાગી


મળતી માહિતી પ્રમાણે, વાપીમાં આવેલી જીઆઈડીસીની ફોર્ટી શેડ વિસ્તારની વ્રજ કેમિકલ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે. જોતજોતામાં જ આગ સમગ્ર ફેલાઈ ગઈ હતી. ત્યારે આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, અત્યંત જ્વલનશીલ સોલવન્ટમાં આગે લાગી હોવાથી આગ થોડી જ વારમાં વિકારળ સ્વરૂપ ધારણ કર્યું હતું.


ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો


ત્યારે કંપનીમાં કામ કરતા લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયરવિભાગને કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગની 10થી વધુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે. હાલ ફાયરવિભાગની ટીમ આગ બુઝાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહી છે. આ ઉપરાંત આસપાસમાં આવેલી કેટલીક કંપનીઓ ખાલી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

મહત્ત્વનું છે કે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યા નથી.
First published:

Tags: Vapi GIDC, Vapi News