Home /News /valsad /

રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો? વાપીથી સેલવાસના રસ્તાનો વીડિયો વાયરલ, તમે જોયો?

રસ્તા પર ખાડા કે ખાડામાં રસ્તો? વાપીથી સેલવાસના રસ્તાનો વીડિયો વાયરલ, તમે જોયો?

વલસાડમાં વરસાદ

Gujarat Rain Viral video: વાપી જીઆઇડીસી સ્થિત વાપી-સેલવાસ માર્ગ પર એક અહેવાલ પ્રમાણે, રોજના 20 હજારથી વધુ નાના મોટા વાહનો પસાર થાય છે.

    વાપી : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat rain) છેલ્લા થોડા દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે વાપીથી સેલવાસ (Vapi to Selvas road) સુધીના માર્ગો પર મસમોટા ખાડા પડ્યા છે. ત્યારે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રસ્તો છે તેની જ ખબર નથી પડતી. આ રસ્તાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વરસાદે રસ્તાઓની બદતર હાલતની પોલ ખોલી દીધી છે. જોકે, ગઇકાલથી નેશનલ હાઇવે ઓથોરોટી એક્શનમં આવ્યું છે.

    ચાલુ વરસાદે વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી સેલવાસ તરફના માર્ગ પર જેસીબી મશીનો સાથે માર્ગની મરામત કામગીરી ચાલુ કરી દીધી છે.



    વાપી જીઆઇડીસી સ્થિત વાપી-સેલવાસ માર્ગ પર એક અહેવાલ પ્રમાણે, રોજના 20 હજારથી વધુ નાના મોટા વાહનો પસાર થાય છે. ચોવીસ કલાક વાહનોથી ધમધમતા રહેતા વાપી-સેલવાસ માર્ગના ચણોદ ચંદ્રલોક એપાર્ટમેન્ટ પાસેના માર્ગ પર અડધો કિલોમીટર જેટલા રસ્તા પર માત્ર ખાડાઓ જ દેખાય છે. ખાડાઓના કારણે ટ્રાફિક જામ પણ થઇ જાય છે.



    જોકે, આ વીડિયો વાયરલ થયા બાદ નેશનલ હાઇવે ઓથોરોટી એક્શનમં આવ્યું છે. ચાલુ વરસાદે વાપી જીઆઇડીસી ચાર રસ્તાથી સેલવાસ તરફના માર્ગ પર જેસીબી મશીનો સાથે માર્ગના સમારકામમાં કામગીરી ચાલુ કરી હતી. નોંધનીય છે આ રસ્તા પર ખાડાની સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે પરંતુ આનો કોઇ કાયમી ઉકેલ નથી આવી રહ્યો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat monsoon 2022, Gujarat weather update, Monsoon 2022, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन