કહેવાય છે ને કે, “સુરતનું જમણ અને કાશીનું મરણ.” અને સાચે જ આ કહેવત સાર્થક પણ પુરવાર થાય છે. અવનવી વાનગીઓ અને એનાં વિવિધ કોમ્બિનેશન માટે તો હવે સુરત પ્રખ્યાત થઈ ગયું છે.
Akshay Kadam, Valsad: ઊંબાડિયું ખાવાનાનું નામ પડે અને મોંમાં પાણી ન આવે એવું ભાગ્યે જ બને! કહેવાય છે ને કે, “સુરતનું જમણ અને કાશીનું મરણ.” અને સાચે જ આ કહેવત સાર્થક પણ પુરવાર થાય છે. અવનવી વાનગીઓ અને એનાં વિવિધ કોમ્બિનેશન માટે તો હવે સુરત પ્રખ્યાત થઈ ગયું છે. પણ આજે વાત સુરતની નહીં વલસાડ જિલ્લાની કરવાની છે.
દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત એવા ઊંબાડિયાની વાત આવે ત્યારે એનાં પ્રેમીઓ પોતાને એ ખાવાથી ભાગ્યે જ રોકી શકે. આજે જોઈએ કેવી રીતે બને છે આ ઉંબાડિયું. અને કેમ લોકો તેને ખાવા માટે દૂર-દૂરથી આવે છે.
ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ અલગ અલગ મોસમ પ્રમાણે બનતી વાનગીઓ ખાસ હોય છે. ઠંડીની મોસમ આવે એટલે કચરિયા, ઉંધિયુ, ઊંબાડિયું વગેરે બનતા હોય છે. પરંતુ ચૂલા પર બનતા ઊંબાડિયાનો સ્વાદ કાંઈક હટકે જ હોય છે. તેની ખાસિયત એ છે કે તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે.
દાદીમાંનાં નુશ્ખાં તરીકે વપરાતી વનસ્પતિ નો ઊંબાડિયામાં ભરપૂર ઉપયોગ થાય છે
વલસાડના નેશનલ હાઇવે નંબર 48 પર ઠંડીની શરૂઆત થતા જ ઠેર-ઠેર ઊંબાડિયાનાં સ્ટોલ ઉભા થઇ જતા હોય છે.ઊંબાડિયું ખૂબ પ્રાચીન પધ્ધતિથી બને છે અને આજ નાં યુગ માં વપરાતા ઓવેન કે ગેસ પર આ ઊંબાડિયું બની નથી શકતું પરંતુ પ્રાચીન પદ્ધતિ થી બનતા ઉબાડીયા માં વિશેષતા છે એમાં વપરાતા ઔષધો અને મસાલા, સામાન્ય રીતે દાદીમાં નાં નુશ્ખાં તરીકે વપરાતી વનસ્પતિ નો ઉબાદીયા માં ભરપૂર ઉપયોગ થાય છે આ સાથે કલાર, કંબોઈ, અજમો અને વિવિધ પાલાઓ ના ઉપયોગ થી આ ઉબાડીયું તૈયાર થઈ છે જે પ્રમાણ માં ખાવા થી શરીર ને ફાયદો આપે છે.
માટલામાં નાખવામાં આવતી સામગ્રી
સૌ પ્રથમ માટલા માં કલાર અને કંબોઇ ના પાલા થી માટલા ની અંદર મૂકી લેયર બનાવામાં આવે છે જે બાદ માટલા માં તમામ સામગ્રી જેવીકે રતાળુ કંદ, બટાકા, શક્કરીયો કંદ, અને કતારગામ અથવા વાલોડ પાપડી થી ભરી દેવા માં આવે છે અને પછી એને ઉબાડવા માં આવે છે એટલેજ એને ઊંબાડિયું કેહવાય છે.
ઊંધું માટલું મૂકી ને બનાવની છે ખાસ રીત
ધરતી ની અને અગ્નિ ની ગરમી થી બનતા આ ઉબાડીયા ની ખાસિયત એ છે કે તીખા મસાલા અંદર મુકેલ સામગ્રી માં ધુવાડા નાં સ્વરૂપ માં જાય છે અને એનો ટેસ્ટ ખૂબ અનોખો હોઈ છે, માત્ર જરૂર છે એને પ્રમાણ માં ખાવાની કારણ અહી તમામ વસ્તુ વાયુ પ્રકૃતિ ને પ્રેરે એવી છે, છતાયે એની સાથી ઘણી ઔષધો હોવાથી એ શરીર ને નુકસાન પોહ્ચાડતી નથી.
આજના યુગ માં હાઈવે પર સફર કરતા લોકો કે યુવા વર્ગ આમતો જંક ફૂડ માટે ઘેલું છે પરંતુ જેવી ઊંબાડિયાની મૌસમ આવે છે લોકોને આ પ્રિય ફૂડ થઈ જાય છે કારણ ચટણી અને ચાસની ચૂસકી સાથેઊંબાડિયું અતિ સ્વાદિષ્ટ થઈ જાય છે ખાસ કરી ને ઉત્તરાયણ આવતા લોકો ઉંધીયુ ખાસ આરોગવા માટે પસંદ કરતા હોય છે પરંતુ છેલ્લા 3 વર્ષથી લોકોમાંઊંબાડિયાનો ક્રેઝ વધ્યો છે જેને લઈને 20 થી50 કિ.લો જેટલું ઊંબાડિયું લોકો ફોન મારફતે અથવા દુકાન સંચાલક પાસે આવીને બુકીંગ કરાવતા હોય છે