Home /News /valsad /વલસાડ: મહિલાની હત્યાના કેસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી, પોલીસે પૂર્વ પ્રેમીની કરી ધરપકડ
વલસાડ: મહિલાની હત્યાના કેસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી, પોલીસે પૂર્વ પ્રેમીની કરી ધરપકડ
પોલીસે પૂર્વ પ્રેમીની કરી ધરપકડ
Valsad Woman Murder Case: વલસાડ: વલસાડ જિલ્લાના છેવાડે આવેલા માલવણમાં થોડા દિવસ અગાઉ એક અજાણી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મલી આવ્યો હતો. વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ પડકાર જનક કેસને ઉકેલી અને તેના મૂળ સુધી પહોંચી મૃતક મહિલાની ઓળખ કરી અને તેની હત્યા કરનાર આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે.
ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ જિલ્લાના છેવાડે આવેલા માલવણમાં થોડા દિવસ અગાઉ એક અજાણી મહિલાનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મલી આવ્યો હતો .જો કે મહિલાના મૃતદેહની હાલત જોઈ શરૂઆતમાં તેની ઓળખ પણ શક્ય ન હતી. આથી પોલીસ માટે આ કેસ પડકારજનક હતો. પરંતુ વલસાડ પોલીસે ગણતરીના દિવસોમાં જ આ પડકાર જનક કેસને ઉકેલી અને તેના મૂળ સુધી પહોંચી મૃતક મહિલાની ઓળખ કરી અને તેની હત્યા કરનાર આરોપીને દબોચી સળિયા પાછળ ધકેલી દીધો છે. જે આરોપી પોલીસના હાથ લાગ્યો હતો તે આરોપીએ મહિલાની હત્યા કરી આખી રાત મહિલાના મૃતદેહ સાથે સુઈ પણ રહ્યો હોવાની પણ ચોંકાવનાર હકીકત બહાર આવી છે.
મૃતક મહિલાનું નામ જીમીશા ટંડેલ
આ મામલે પોલીસ તપાસમાં મહિલાની ઓળખ થતા તેનું નામ જીમીશાબેન ટંડેલ હોવાનું બહાર આવ્યું હતું. મૃતક જીમીશાના પતિ જયગીરી નરેન્દ્રગીરી ગોસ્વામીએ શરૂઆતમાં કપડાના આધારે તેની ઓળખ કરી હતી. પરંતુ તેની ખરાઈ કરવા પોલીસે ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં મૃતક મહિલા જયગીરી ગોસ્વામીની પત્ની જીમિશા જ હોવાનું બહાર આવ્યું હતું. જોકે ત્યારબાદ પોલીસ સમક્ષ પરિવારજનોએ જીમીશાની હત્યા કરવામાં આવી હોવાના આશંકા વ્યક્ત કરી હતી. આથી જીમીશાના મોત મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
આ દરમિયાન પતિ જયગીરી ગોસ્વામી અને તેના પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતક જીમીશાને થોડા સમય અગાઉ દિવ્યસુર દિવ્યેશ ઉર્ફે પીન્કેશ નરેશ ટંડેલ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. તેની સાથે લિવ ઈન રિલેશનમાં રહેતી હતી. જોકે નાનીદાતીમાં રહેતા દિવ્યેશ ઉર્ફે પીન્કેશ ટંડેલ અને મૃતક જીમીશા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. દરમિયાન દિવ્યેશ જીમિસાને સાથે મારઝૂડ પણ કરતો હતો. આથી કંટાળીને જીમિશા દિવ્યેશથી અલગ થઈ હતી. આ દરમિયાન જીમીશાને જયગિરી ગૌસ્વામી સાથે પ્રેમ સંબંધ બંધાતા જીમીશા અને જયગીરી ગોસ્વામી બંને પતિ પત્ની તરીકે જ સાથે રહેતા હતા.
જોકે તે દરમિયાન જીમીશાનો પ્રથમ પતિ દિવ્યેશ અવારનવાર જીમીશા અને તેના પતિ જયગીરી સાથે અને તેમના પરિવારજનોને ફોન કરી અને રૂબરૂ મળીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી પરિવારજનોએ જીમીશાની હત્યાના મામલે દિવ્યેશ પર આશંકા સેવતા પોલીસે આ મામલે પણ પોતાની તપાસ શરૂ કરી હતી. પોલીસે આશંકાના આધારે અને પરિવારજનોએ વ્યક્ત કરેલી શંકાના આધારે દિવ્યેશ ટંડેલની અટકાયત કરી હતી. બાદમાં તેની આગવી ઢબે પૂછપરછ કરતા જીમીશાની હત્યા તેણે જ કરી હોય તેવું પોલીસ સમક્ષ સ્વીકાર્યું હતું.
જોકે જીમીશાની હત્યા કરવાનું પોલીસ સમક્ષ દિવ્યેશે કારણ આપ્યું હતુ કે, તેણે જીમીશાને મલવા બોલાવી હતી અને તેને સમજાવી નવેસરથી તેની સાથે રહેવા માંગતો હોવાનું વિનંતી કરી હતી. જોકે જીમીશાએ સાથે રહેવા જવાની ના પાડતા આરોપીએ નાયલોનની દોરીથી જીમિસાનું ગળું દબાવી અને તેની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ દિવ્યેશ જીમીસાના મૃતદેહની પાસે જ આખી રાત સુઈ રહ્યો હતો. શરુઆતમાં પોલીસ માટે આ ગુનો પડકારજનક હતો. પરંતુ તેમ છતાં વલસાડ પોલીસે એફએસએલ ,ડીએનએ રિપોર્ટ સહિત પોતાના બાદમીદારોના નેટવર્કથી બનાવના મૂળ સુધી પહોંચી અને જીમીશાના હત્યારાની ધરપકડ કરી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે.