Home /News /valsad /વલસાડ: મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ખાડામાં ખાબકી; હાલર તળાવ ઓવરફ્લો

વલસાડ: મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ખાડામાં ખાબકી; હાલર તળાવ ઓવરફ્લો

મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં કાર ખાડામાં ખાબકી

Valsad Heavy Rain: વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. નનકવાડા વિસ્તારમાં કાર પાણીમાં ખાબકી છે. મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ઘટના બની હતી.

    વલસાડ: આ વર્ષે રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. હાલ વરસાદના વિદાયના દિવસો ગણાઇ રહ્યા છે, ત્યારે વરસાદે વલસાડમાં ધબધબાટી બોલાવી છે. અહીં આજે ભારે વરસાદને લીધે ચારે તરફ પાણી-પાણીના દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, સાથે જ રસ્તાઓ પર પાણીમાં ડૂબી જતાં લોકોને વાહન વ્યવહારમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    વલસાડમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયાં છે. નનકવાડા વિસ્તારમાં કાર પાણીમાં ખાબકી છે. મહિલા પાણીમાંથી કાર પસાર કરવા જતાં ઘટના બની હતી. ભારે વરસાદને લીધે રસ્તા પર પાણી ભરાયા હતા છતાં એક મહિલા કાર લઇને પસાર થઇ રહી હતી. આવામાં કાર રસ્તા પરથી ઉતરી ગઇ હતી અને રસ્તાની બાજુમાં આવેલી ખાઇમાં ખાબકી હતી. જોકે, ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહિલાને કારમાંથી બહાર કાઢવામાં આવી હતી.


    આ પણ વાંચો: મદાવાદમાં વિશ્વનું સૌથી મોટું રક્તદાન અભિયાન યોજાયું

    છેલ્લા ચાર દિવસથી વલસાડમાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાણી આસરી રહ્યા નથી અને ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લામાં સતત વરસાદી માહોલને પગલે હાલર તળાવ ઓવરફ્લો થયો છે. જેને કારણે આસપાસના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તળાવ ઓવરફ્લો થતાં આસપાસની સોસાયટીમાં પણ પાણી ભરાયા છે. જેના કારણે પાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. વાપી, વલસાડ, કપરાડામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Heavy rain, Valsad news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन