Home /News /valsad /વલસાડ: કોલેજનાં ચાલુ ક્લાસમાં જ વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, મોત

વલસાડ: કોલેજનાં ચાલુ ક્લાસમાં જ વિદ્યાર્થીને આવ્યો હાર્ટ એટેક, મોત

વલસાડ કોલેજ

Valsad News: જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ દિનેશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે.

    વલસાડ: રાજકોટમાં આઠમા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીનું ચાલુ શાળામાં જ હાર્ટ એટેકને કારણે મોત થયું હતુ. તેના જેવો જ કિસ્સો વલસાડમાં પણ સામે આવ્યો છે. વલસાડની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજના બીએનાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા આકાશ દિનેશ પટેલ નામના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત નીપજ્યું છે. વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં જ  હાર્ટ એટેક આવી જતા વિદ્યાર્થીઓ સહિત તંત્ર દોડતું થયું છે.

    વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશ પટેલ નામના વિધાર્થીનું ચાલુ કોલેજમાં જ મોત થયાના સમાચારને કારણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે.

    આ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે. હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: રાજકોટ: વિદ્યાર્થિનીને શાળામાં જ આવ્યો હાર્ટ એટેક



    યુવકનું મોત થયા બાદ આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે યુવકના પોસ્ટમોર્ટમના આધારે આ દિશામાં પોલીસ દ્વારા જરુરી કાર્યવાહી કરવામાં આવશે. બનાવની જાણ થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.

    રાજકોટમાં પણ વિદ્યાર્થિનીનું મોત


    વલસાડ પહેલા રાજકોટમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટની એ.વી. જસાણી શાળામાં મંગળવારે સવારનાં સમયે ચાલુ શાળામાં ધોરણ આઠની 17 વર્ષની રિયા કિરણકુમાર સાગર (સોની) સવારે 7:23 કલાકે અચાનક બેભાન થઇ ગઇ હતા. જે બાદ તેને સ્કૂલની વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. જે બાદ માલવીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. તો બીજી બાજુ દીકરીનાં પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં વ્હાલસોયી દીકરીનો મૃતદેહ જોઇને પરિવારનાં પગ નીચેથી જમીન જતી રહી હોય તેવા હાલત થયા હતા.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વલસાડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन