Home /News /valsad /Valsad: વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

Valsad: વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ચકચાર

વલસાડ જિલ્લાની જાણીતી સિંગર વૈશાલી બલસારા જાણીતું નામ છે.

વલસાડ જિલ્લાની જાણીતી સિંગર વૈશાલી બલસારા જાણીતું નામ છે. તો તેનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે. અને સ્ટેજ શોમાં ગિટાર પણ વગાડે છે. બંને પતિ-પત્ની સ્ટેજ  શો કરી પોતાનું ગુજરાત ચલાવે છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડની સિંગર વૈશાલી બલસારાની કાર પારડીની પાર નદી કિનારે મળી આવી હતી. અને આ કારમાં સિંગર વૈશાલીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ત્યારે વલસાડ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી વૈશાલીનું મોત કયા કારણોસર થયું છે? તે જાણવા તપાસનો ધમધમાટ સરું કર્યો છે.

    વલસાડના પારડી પોલીસ સ્ટેશનમાં રવિવારે બપોરે 1 ફોન આવ્યો હતો. ફોનમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, પારડીની પાર નદી કિનારે એક અજાણી કાર પડી છે. અને આ કારમાં કોઈ સ્ત્રીનો મૃતદેહ  પડ્યો છે. પોલીસને મળેલી આ માહિતીને આધારે પારડી પોલીસનો કાફલો  ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને કારમાં તપાસ કરતા એક યુવતીનો મૃતદેહ ગાડીની પાછળની સીટ પર મળી આવ્યો હતો. પોલીસ માટે સૌથી મોટો પડકાર હતો કે આ યુવતી કોણ છે? ત્યારે પારડી પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ કારના માલિક અંગે જાણકારી મેળવી હતી. ત્યારે પારડી  પોલીસને જાણવા મળ્યું હતું કે, આ કાર વલસાડની વૈશાલી બલસારાના  નામે છે.



    પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. વૈશાલી બલસારાની ગુમ સુદાની ફરિયાદ તેના પતિ હિતેશ બલસારા દ્વારા શનિવાર રાત્રે બે વાગ્યે નોંધાવી હતી. જે મામલે વલસાડ સીટી પોલીસ તપાસ કરી રહી હતી. આમ પારડી પોલીસે વલસાડ સીટીનો સંપર્ક કરી ફરિયાદી હિતેશ બલસારાને તાત્કાલિક પારડી બોલાવ્યો હતો અને કારમાં રહેલી યુવતીની ઓળખ કરી હતી. ત્યારે હિતેશ બરસારાએ તેની પત્ની વૈશાલી બલસારાની ઓળખ કરી લીધી હતી. પોલીસે આ મામલે મોતનું સાચું કારણ શોધવા માટે વૈશાલીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

    આ પણ વાંચો- વલસાડ પોલીસે 4 દિવસમાં 250 કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો

    વલસાડ જિલ્લાની જાણીતી સિંગર વૈશાલી બલસારા જાણીતું નામ છે. તો તેનો પતિ હિતેશ બલસારા પણ સિંગર છે. અને સ્ટેજ શોમાં ગિટાર પણ વગાડે છે. બંને પતિ-પત્ની સ્ટેજ  શો કરી પોતાનું ગુજરાત ચલાવે છે. પતિ હિતેશ બલસારાએ  શનિવાર રાત્રે બે વાગ્યે પોલીસનો સંપર્ક કર્યો હતો. અને પોતાની પત્ની મોડીરાત સુધી ઘરે ન આવ્યા હોવાની ફરિયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોતાની બહેનપણીને મળવા જવાનું છે. એમ કહીને બહાર નીકળેલી વૈશાલીનો મૃતદેહ પાર નદી કિનારે મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડના જિલ્લા પોલીસવડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને એલસીબી અને એસઓજી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે વૈશાલીની કારની પાસે અન્ય સુરાગ મેળવવાના પ્રયાસ  કર્યા હતા. અને વૈશાલીની મોત પાછળ કયા કારણો જવાબદાર છે? તે મામલે પણ તપાસ શરૂ કરી છે. પોલીસ વૈશાલીની હત્યાનું સાચું કારણ જાણવા પહેલાં પેનલ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ કરાવશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Valsad, Valsad Crime, Valsad Crime news, Valsad police, વલસાડ

    विज्ञापन
    विज्ञापन