Home /News /valsad /1500 KM દૂરથી આવેલા 178 કિલો નશાના સામનને વલસાડ રૂરલ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો
1500 KM દૂરથી આવેલા 178 કિલો નશાના સામનને વલસાડ રૂરલ પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો
વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી.
વલસાડ પોલીસે ભારે હિંમત દાખવી હાલ તો આ 178 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિશાખાપટનમના રાજુ નામનો ઈસમ આ ગાંજો રાજસ્થાનના ભીલવાડાના મેઘરાજ ચૌધરી એ આ માલ ખરીદ્યો હતો.
ભરતસિંહ વાઢેર, વલસાડ: રાજ્યમાં ઠેર ઠેર નશીલા પદાર્થો ઝડપાવાનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ત્યારે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લામાં ફરી ફરી એક વખત નશીલા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. આ વખતે વલસાડ ગ્રામ્ય પોલીસે નેશનલ હાઇવે 48 પર ડુંગરી ગામ પાસેથી લાખો રૂપિયા નશીલા ગાંજાના જથ્થા સાથે 1 આરોપીની ધરપકડ કરી છે. જોકે ચોંકાવનાર બાબત એ છે કે વિશાખાપટનમથી 1500 કિલોમીટરનું અંતર અને અનેક ચેક નાકાઓ વટાવી આ પ્રકારનો નશીલો ગાંજો વલસાડમાં ઝડપાય છે ત્યારે દેશની અન્ય પોલીસ એજન્સીની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે.
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં ગાંજા અને ડ્રગ જેવા નશીલા કારોબારનો મોટાપાયે રેકેટ ચલાવી અને યુવાધનને નશાના રવાડે ચડાવવામાં આવી રહ્યા છે. જોકે વલસાડ પોલીસ આવા દુષણને ડામવા સક્રિય જોવા મળે છે. ત્યારે વલસાડ રૂરલ પોલીસની ટીમ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક કાર શંકાસ્પદ હાલતમાં હાઇવે પરથી પસાર થઇ રહી હતી. રૂરલ પોલીસે આ કારને રોકવાનો પ્રાયસ કરતા કાર પોલીસને ચકમો આપી હાઇવે પર ફરાર થઇ ગઈ હતી.
જોકે વલસાડ રૂરલ પોલીસે પણ ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો અને ફરાર કારને ઝડપવા પોલીસે પણ કોઈ કસર છોડી નહોતી અને 10 કિલોમીટર દૂર સુધી પીછો કર્યો હતો અને અંતે ડુંગરી હાઇવે પર બાલાજી વેફર્સ કંપની પાસે અંતે આ કારને આંતરી હતી. કારનો ચાલાક ફફાર થવામાં સફળ થયો હતો. પોલીસે આ કારમાંથી ગોવિંદસિંહ બન્ના નામના ઈસમની ધરપકડ કરી લીધી છે. હુન્ડાઈ કારમાં અંદાજે 83 પાર્સલ મળી આવ્યા હતા. 17.81 લાખની કિંમતનો 178 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ પાસેથી ગાંજાની હેરફેર માટે વપરાતી હુન્ડાઈ કાર સહિત અંદાજે રૂપિયા 20.96 લાખનો મુદ્દામાલ પણ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંજાની હેરાફેરીનું આ નેટવર્ક આંતરરાજ્ય હોવાનું બહાર આવ્યું છે. વલસાડથી 1500 કિલોમીટર દૂર આવેલા વિશાખાપટનમથી આ હ્યુન્ડાઇ કારમાં ગાંજાનો મોટો જથ્થો વલસાડ પહુચ્યો હતો. ત્યારે 1500 કિલોમીટર સુધી નશીલો ગાંજા કોઈ અન્ય ચેકપોસ્ટ પર કેમ ન પકડાયો એ એક સવાલ ઉભો થાય છે. વલસાડ પોલીસે ભારે હિંમત દાખવી હાલ તો આ 178 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે વિશાખાપટનમના રાજુ નામનો ઈસમ આ ગાંજો રાજસ્થાનના ભીલવાડાના મેઘરાજ ચૌધરી એ આ માલ ખરીદ્યો હતો. જોકે હાલ ઝડપાયેલ ગોવિંદ સિંહની કડક પૂછપરછમાં વધુ ખુલાસા થશે.