Valsad monsoon : તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રાખવા માટે સેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં નદી કિનારા વિસ્તારમાં વલસાડ નગરપાલિકા, વલસાડ વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
વલસાડ: ઓરંગા નદીમાં (Valsad news) પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. નદીના પાણીએ કિનારો વટાવી અને આસપાસના વિસ્તારમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. તો વહીવટી તંત્ર પણ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી જામી છે. વલસાડ નજીકથી પસાર થતી ઓરંગા નદીના ઉપરવાસ ધરમપુરમાં બે દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ ખાબકતા નદીમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. મોડી રાતથી જ ઓરંગા નદીના જળસ્તરમાં વધારો થયો હતો અને નદીના પાણી કિનારો વટાવી અને રહેણાક વિસ્તારમાં પ્રવેશ્યા હતા.
ઓરંગા નદી કિનારે આવેલા વલસાડના કશ્મીરાનગર, બરૂડિયાવાડ અને ગોળીબાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા. જેની જાણ થતા જ સંબંધિત વિભાગની અધિકારીઓ જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી
લોકોનું સ્થળાતંર
ઘરોમાં પાણી પ્રવેશતા જ સમગ્ર વિસ્તારોમાં દોડ ધામ મચી ગઈ હતી. લોકો પોતાનો સરસામાન બચાવી અને સલામત સ્થળે ખસી રહ્યા છે.
તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રાખવા માટે સેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં નદી કિનારા વિસ્તારમાં વલસાડ નગરપાલિકા, વલસાડ વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે, ધરમપુરમાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધારે વરસાદ ખાબકતા નદી પર આવેલા ભૈરવીના મોનિટરિંગ પોઇન્ટ પર ઓરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી તોફાની રીતે વહી રહી છે. આથી વલસાડમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. ભૈરવી નજીક ઓરંગાનું ભયજનક લેવલ 4 મીટર છે. પરંતુ સવારે ઓરંગા નદી ભયજનક સપાટી વટાવી 6 મીટરે વહી રહી હતી. આ સાથે જ વલસાડ નજીકથી પસાર થતી વખતે ઓરંગા નદીની ભયજનક સપાટી 6 મીટર છે. સવારે ઓરંગા નદી પોતાની ભયજનક સપાટી વટાવી અને 8.44 મીટરે વહી રહી હતી. પરિણામે નદી કિનારા વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર