વલસાડનાં સાંસદ કે.સી પટેલ એક પછી એક વાર જાહેર મંચ પરથી વલસાડના કપરાડા અને ડાંગના સરકારી કર્મચારીઓને ખુલ્લી ધમકી આપીને વિવાદોનો મધપૂડો છઁછેડી રહ્યા છે. બે દિવસ પહેલા પણ ડૉ. કે. સી. પટેલ ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોના સન્માન સમારંભમાં વલસાડ જિલ્લાની કપરાડા બેઠક અને ડાંગ વિધાનસભા બેઠકમાં ભાજપની હારનું ઠિકરુ આ વિસ્તારના સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકો પર ફોડી રહ્યા છે. અને ભાજપની હારથી ડઘાઇ ગયેલા ભાજપના સાંસદ ડૉ કે સી પટેલ જાહેર મંચ પરથી સરકારી કર્મચારીઓને ધમકીઓ આપવાનો સિલસિલો સરૂ કરી દીધો છે.
આજે ફરી એક વખત વલસાડ જિલ્લાના પારડીમા યોજાયેલા ભાજપના એક કાર્યક્રમમા જાહેર મંચ પરથી સરકારી કર્મચારીઓને ખુલ્લી ધમકી આપી હતી. વલસાડના સાંસદના મતે વલસાડની કપરાડા બેઠક અને ડાંગ વિધાનસભા બેઠક સરકારી કર્મચારીઓએ કરેલા બેલેટ મતદાનની ગણતરીમા ભાજપને ઓછા મળતા હાર્યા હોવાનું જણાવીને સરકારી કર્મચારીઓ પર ખીજ ઊતારી રહ્યા છે. વધુમા ભાજપના કાર્યકર્તાઓ આવા શિક્ષકો અને સરકારી કર્મચારીઓ ની કામગીરી પર નજર રાખી તેમને પાઠ ભણાવે તેવુ આહવાન પણ કરી રહ્યા છે, અને આવનાર સમય મા સરકારી કર્મચારીઓ ની આવી કામગીરીના વિરોધમા સરકાર ને પણ રજૂઆત કરસે તેવુ સાંસદ જાહેર મંચ પરથી નિવેદન આપીને વિવાદ છેડિ રહ્યા છે.
ત્યારે વારંવાર જાહેર મંચ પરથી વલસાડના સાંસદ ડૉ કે સી પટેલ ના જાહેર મંચ પરથી કરાઈ રહેલા ધમકી ભર્યા બેફામ બોલ અને વાણિવિલાસ ને હવે કોંગ્રેસ એ પણ મુદ્દો બનાવ્યો છે અને આગામી સમયમા વલસાડ જિલ્લાના શિક્ષકો પણ સાંસદની આ ધમકી ભર્યા બોલને ગંભીરતાથી લઈને યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની પણ તૈયારીઓ કરી રહ્યા છે, તો કપરાડાના કોંગ્રેસના ધારાસભ્ય જિતુ ચૌધરીએ સરકારી કર્મચારીઓને ધમકીઓ આપતા સાંસદ પર કાર્યવાહી કરવા ની કરી માંગ કરી છે, અને સરકારી કર્મચારીઓ ને જાહેર મંચ પર થી ખુલ્લી ધમકી આપતા સાંસદ ડૉ કે સી પટેલ વિરુદ્ધ ખતાકિય અને ચૂંટણી પંચ પણ કાર્યવાહી કરે તેવી માંગ કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરી કરી રહ્યા છે. આમ હવે આ મુદ્દો રાજકીય ગરમી પકડી રહ્યો છે.