Home /News /valsad /

Valsad Monsoon: વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો

Valsad Monsoon: વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ, કપરાડા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો

રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જામતા આલ્હાદક વાતાવરણ છવાયું હતું.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલજિલ્લા ના 3 તાલુકાઓ માં મેઘરાજા ની પધરામણીવલસાડ અને ધરમપુર બાદ કપરાડા માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રીકપરાડા રાજ્ય નું ચેરાપુંજીવરસાદી માહોલ માં પ્રકૃતિ ની સુધરતાં ના દ્રશ્યો સર્જાયાવરસાદ ને કારણે આહલાદક વાતાવરણ છવાયુંલોકોએ ગરમી અન?

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાના વાતાવરણમાં ગઇકાલે મોડી રાત (Valsad Rain)થી પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ (Valsad Monsoon) વરસ્યો હતો. ત્યાં જ આજે વહેલી સવારથી જ વલસાડ શહેર અને બપોર બાદ ધરમપુરમાં મેઘરાજા (Dharmapur Rain)ની એન્ટ્રી થઇ હતી. તો સાંજના સમયે જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકામાં પણ ધોધમાર (Kaparada Rainfall) વરસાદ વરસ્યો હતો.

    રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જામતા આલ્હાદક વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદને કારણે આંખ ઠરે તેવા પ્રકૃતિના સુંદર દ્રશ્યો સર્જાયા હતા. આમ વલસાડ અને  ધરમપુર બાદ કપરાડા તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. સાંજના સમયે કપરાડા તાલુકાના નાનાપોન્ઢા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.



    પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્રની હદને અડીને આવેલા રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાના વલસાડ ધરમપુર અને કપરાડા તાલુકામાં પણ વરસાદનું આગમન અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં દિવસભર વરસાદી માહોલને કારણે હવે ગુજરાત રાજ્યમાં પણ વિધિવત રીતે ચોમાસાની આગમનની ઘડીઓ વાગી રહી છે.



    રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદી માહોલ જામતા આલ્હાદક વાતાવરણ છવાયું હતું. વાદળછાયા વાતાવરણ અને ઝરમર વરસાદને કારણે આંખ ઠરે તેવા પ્રકૃતિના સુંદર દ્રશ્યો સર્જાયા હતા. આમ વલસાડ અને  ધરમપુર બાદ કપરાડા તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી.

    આ પણ વાંચો-ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, અમદાવાદ સહિત ઠેકઠેકાણે વરસાદ

    જિલ્લાના 3 તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી થઇ છે.
    વલસાડ અને ધરમપુર બાદ કપરાડા માં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
    થઇ છે. કપરાડા રાજ્યનું ચેરાપુંજી વરસાદી માહોલમાં પ્રકૃતિની સુધરતાંના દ્રશ્યો સર્જાયા છે. વરસાદને કારણે આહલાદક વાતાવરણ છવાયું છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarat monsoon, Gujarat monsoon 2022, Monsoon 2022

    આગામી સમાચાર