Home /News /valsad /વલસાડઃ દારૂ પસાર કરાવવા ₹60 હજારની લાંચ માગી, કોન્સ્ટેબલ છટકી ગયો, વચેટિયો પકડાયો

વલસાડઃ દારૂ પસાર કરાવવા ₹60 હજારની લાંચ માગી, કોન્સ્ટેબલ છટકી ગયો, વચેટિયો પકડાયો

વલસાડમાં દારૂ પસાર કરાવવા કોન્સ્ટેબલે લાંચ માગી વચેટિયો પકડાયો

Valsad ACB: વલસાડમાં લાંચની માગણી કરતો વચેટિયો પકડાયો છે. આ કેસમાં સુરતના પલસાણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છટકી ગયો છે અને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. દારૂ પસાર કરાવવા માટે 60 હજાર રૂપિયાની લાંચની માગણી કરવામાં આવી હતી.

વલસાડઃ સરકાર કામના રૂપિયા ચૂકવતી હોવા છતાં વધારે અને ઝડપથી રૂપિયાવાળા બની જવા માટે લાંચિયા કર્મચારીઓ તમામ હદો પાર કરી નાખતા હોય છે. આવો જ એક કિસ્સો વલસાડમાં બન્યો છે કે જ્યાં લાચિયા કોન્સ્ટેબલોનો સાથીદાર રૂપિયા લેતા લાંચ રૂશ્વત બ્યુરો (Anti Corruption Bureau)ના હાથ ઝડપાઈ ગયો છે. જ્યારે કોન્ટેબલને વોન્ટેડ જાહેરા કરવામાં આવ્યો છે. ખોટી રીતે દારૂ લઈ જવા માટે 50 હજારથી વધુની માગણી કરવામાં આવી હતી.

લાંચિયો કોન્સ્ટેબલ છટકી ગયો, વચેટિયો પકડાયો


વલસાડની ધરમપુર ચોકડી પાસે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ દારૂ લઈ જવા માટે લાંચની માગણી કરતા કોન્સ્ટેબલના સાથી હાર્દિક તિવારીને ઝડપી લીધો છે. દારૂનો જથ્થો લઈ જવા માટે વચેટિયા હાર્દિક દ્વારા 60 હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં પકડાયો છે. જોકે, આ કેસમાં મૂળ સુરતના પલસાણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ફરાર છે.


ભૂતકાળમાં લોકોને ડરાવીને માગી છે લાંચ?


સુરતના પલસાણા પોલીસ સ્ટેશનનો ભગીરથસિંહ ચુડાસ્મા વોન્ટેડ છે. જેણે દારૂના કેસમાં 60 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. આ પછી ACBએ છટકું ગોઠવીને કોન્સ્ટેબલ વતી લાંચની માગણી કરી રહેલા હાર્દિક તિવારીને પકડી લેવામાં આવ્યો છે. લાંચની માગણી કરનારા શખ્સની વધુ પૂછપછ કરવામાં આવશે અને તેના આધારે અગાઉ કોઈ આ પ્રકારના કાંડ કરવામાં આવ્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.


બીજી તરફ ભગીરથસિંહ ચુડાસ્માને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ભગીરથ હાથમાં આવે એટલે આ કેસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે, આ સિવાય લાંચિયા કોન્સ્ટેબલે ભૂતકાળમાં આ પ્રકારે કેટલીવાર લાંચ માગી છે કે લોકોને ડરાવીને રૂપિયા પડાવ્યા છે તે અંગે પણ તપાસ કરવામાં આવશે.
First published:

Tags: Dharampur, Gujarat police, Gujarati news, Valsad district, Valsad news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો