Home /News /valsad /વલસાડ: મોડી રાતે રસ્તા પર દિપડાની લટાર, જોતાં જ વાહનચાલક હેબતાઇ ગયો

વલસાડ: મોડી રાતે રસ્તા પર દિપડાની લટાર, જોતાં જ વાહનચાલક હેબતાઇ ગયો

નાની ચણવાઈ ગામ નજીક એક દિપડો રસ્તા પર લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો.

Valsad leopard: વલસાડના નાની ચણવાઈ ગામ નજીક ટેસથી રસ્તા પર લટાર મારતા દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડના નાની ચણવાઈ ગામ નજીક એક દિપડો રસ્તા પર લટાર મારતો કેમેરામાં કેદ થયો હતો. નાની ચણવાઈના માર્ગ પર રાત્રે પસાર થતા એક વાહનચાલકને અચાનક જ રસ્તા પર દિપડો  દેખાયો હતો. આથી થોડા સમય સુધી વાહનચાલક હેબતાઈ ગયો હતો. જોકે, ત્યાર બાદ તેણે રસ્તા પર આરામથી લટાર મારતા દિપડાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો.

    મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લાના લગભગ તમામ તાલુકાઓમાં અનેક વખત દિપડા જેવા હિંસક પશુઓ દેખાવાના બનાવો બની ચૂક્યા છે. સાથે જ જિલ્લામાં રહેણાંક વિસ્તારો નજીકથી પણ અનેક વખત કદાવર દિપડાઓ પકડાઈ ચૂક્યા છે અને અનેક ગામોમાં દિપડાઓ દેખાવાની અને નાના પશુઓના શિકારની વન વિભાગને રજૂઆત પણ થતી હોય છે. વલસાડ નજીક આવેલા નાની ચણવાઈ ગામના જાહેર રસ્તા પર દિપડો લટાર મારતો દેખાયો હતો. મોડી રાત્રે આ રસ્તા પરથી પસાર થતાં એક વાહનચાલકે દિપડાને જોતા શરૂઆતમાં તે ડરી ગયો હતો, પરંતુ ત્યાર બાદ તેણે રસ્તા પર આરામથી લટાર મારતા દિપડાને મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

    આ પણ વાંચો: સુરત: અસામાજિક તત્વનો આતંક, યુવક પર ત્રણ આરોપીઓનો ચપ્પુ વડે હુમલો

    મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લામાં અગાઉ પણ અનેક વખત દિપડા જેવા હિંસક પશુઓ શહેરી વિસ્તારો અને રહેણાક વિસ્તાર નજીક દેખાયા હોવાના અને પાંજરામાં પુરાયા હોવાના બનાવો બની ચૂક્યા છે. વર્ષ દરમિયાન વન વિભાગ દિપડા જેવા હિંસક પ્રાણીઓને ઝડપવા ઠેર-ઠેર પાંજરા પણ ગોઠવે છે. આથી અનેક વખત આવા દિપડાઓ પાંજરે પણ પુરાય છે. ત્યાર બાદ તેમને જંગલમાં છોડી દેવામાં આવે છે. પરંતુ તેમ છતાં હજુ પણ જિલ્લામાં રહેણાંક વિસ્તાર નજીક અનેક દિપડાઓ ફરી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે, ત્યારે નાની ચણવાઇ ગામ નજીક રાત્રે રસ્તા પર દિપડો લટાર મારતો દેખાતા હવે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છે. જોકે, અત્યારે તો ટેસથી રસ્તા પર લટાર મારતા દીપડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Leopard, Valsad

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन