Home /News /valsad /વલસાડ: કોલેજ કેમ્પસમાં ચાલતાં ચાલતાં જ વિદ્યાર્થી ઢળી પડ્યો, જુઓ મોતનાં લાઇવ સીસીટીવી ફૂટેજ

વલસાડ: કોલેજ કેમ્પસમાં ચાલતાં ચાલતાં જ વિદ્યાર્થી ઢળી પડ્યો, જુઓ મોતનાં લાઇવ સીસીટીવી ફૂટેજ

વિદ્યાર્થીનાં મોતનો જુઓ લાઇવ વીડિયો.

Valsad live CCTV: અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં આઘાતનો માહોલ છવાઇ ગયો છે.

    વલસાડ: રાજ્યમાં હાલ ગોત્રો થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે વલસાડ જે.પી.શ્રોફ આર્ટસ કોલેજ કેમ્પસમાં બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થી આકાશ પટેલનું મોત થયાનું સામે આવ્યું છે. આ વિદ્યાર્થી કોલેજ કેમ્પસમાં જઇ રહ્યો હતો તે દરમિયાન જ તે ઢળી પડ્યો હતો. જે બાદ તેને તરત જ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેને તબીબોએ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ વિદ્યાર્થીનું મોત હાર્ટ એટેકથી થયું છે. આ આખી ઘટનાનાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જે સોશિયલ મીડિયામાં ઘણાં જ વાયરલ થઇ રહ્યા છે.

    આખા શહેરમાં ચર્ચા


    વલસાડના મોગરાવાડી વિસ્તારમાં રહેતા આકાશ દિનેશ પટેલ નામના વિધાર્થીનું ચાલુ કોલેજમાં જ મોત થયાના સમાચારને કારણે આખા શહેરમાં ચર્ચા જગાવી છે. આ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. હોસ્પિટલના તબીબોએ વિદ્યાર્થીને મૃત જાહેર કર્યો છે. હાર્ટ એટેકથી વિદ્યાર્થીનું મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. જોકે, વિદ્યાર્થીનાં મોતનું સાચું કારણ તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ જ જાણવા મળશે.


    પોલીસ તપાસ શરૂં


    આ અંગે હાલ વલસાડ પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ મૃતકનાં મિત્રો, પિરવારજનો અને કોલેજનાં વહીવટીતંત્રની પૂછપરછ કરી રહ્યા છે. પોલીસ તેના મોબાઇલની પણ તપાસ કરી શકે છે.
    " isDesktop="true" id="1322329" >



    અચાનક બનેલી આ દુર્ઘટનાને કારણે પરિવારમાં આઘાતનો માહોલ છવાઇ ગયો છે. પરિવારજો પોતાનો વ્હાલસોયો ખોઇ બેઠા છે. ત્યારે આ આખી ઘટના વાયુવેગે આખા રાજ્યમાં પ્રસરી રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, વલસાડ, સીસીટીવી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन