વલસાડ : દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઓરંગા નદીમાં પાણીની આવક વધી ગઇ હતી. તે દરમિયાન નદીમાં ખનન કરતું જેસીબી પાણીના પ્રવાહમાં ફસાયું હતુ. એનડીઆરએફની ટીમે મહામહેનતે જેસીબી સાથે ફસાયેલા વ્યક્તિને બચાવી લેવામાં આવ્યું છે.
આ અંગે એનડીઆરએફના અધિકારી વિજયકુમારે જણાવ્યુ કે, બચ્યાં બાદ વ્યક્તિએ જણાવ્યું કે, હું અહીં 15થી 16 કલાક સુધી ફસાયેલો હતો. મેં બચવાની આશા જ છોડી દીધી હતી. પરંતુ એનડીઆરએફની ટીમને જોઇને મને આશા જાગી. આ સાથે અધિકારી જણાવ્યુ કે, આ હાર્ડ રેસ્ક્યૂ હતુ. અમારી ટીમના 70થી 75 લોકોએ મળીને રેસ્ક્યૂ કર્યું છે.
ઓરંગા નદી કિનારે આવેલા વલસાડના કશ્મીરાનગર, બરૂડિયાવાડ અને ગોળીબાર વિસ્તાર સહિતના વિસ્તારોમાં નદીના પાણી પ્રવેશ્યા હતા. જેની જાણ થતા જ સંબંધિત વિભાગની અધિકારીઓ જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટેની પ્રક્રિયા શરૂ કરી હતી ઘરોમાં પાણી પ્રવેશતા જ સમગ્ર વિસ્તારોમાં દોડ ધામ મચી ગઈ હતી. લોકો પોતાનો સરસામાન બચાવી અને સલામત સ્થળે ખસી રહ્યા છે. તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને રાખવા માટે સેલ્ટર હોમ બનાવવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં નદી કિનારા વિસ્તારમાં વલસાડ નગરપાલિકા, વલસાડ વહીવટી તંત્ર અને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર