Home /News /valsad /વલસાડ: પેટ્રોલ પુરાવતાં જ બાઇકમાં લાગી આગ, ભડભડ સળગી ઉઠ્યું

વલસાડ: પેટ્રોલ પુરાવતાં જ બાઇકમાં લાગી આગ, ભડભડ સળગી ઉઠ્યું

માલનપાડા પેટ્રોલ પંપ નજીક એક બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી.

Valsad Bike Fire: ધરમપુરના માલનપાડા પેટ્રોલ પંપ નજીક એક બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી. બાઈક ચાલક પેટ્રોલ પુરાવી બહાર નીકળતા બાઈકમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

    વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુરના માલનપાડા પેટ્રોલ પંપ નજીક એક બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી. બાઈક ચાલક પેટ્રોલ પુરાવી બહાર નીકળતા બાઈકમાં અચાનક ભીષણ આગ લાગી હતી. પ્લસર બાઈકમાં અચાનક આગના ધૂમાડા નીકળતા ચાલકે બાઈક સાઈડમાં મૂક્યું હતું અને અચાનક આગ લાગી હતી. સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

    બાઇક બળીને ખાખ થઇ ગયું

    વલસાડ જિલ્લાના ધરમપુરના માલનપાડા પેટ્રોલ પંપ નજીક એક બાઈકમાં આગ લાગવાની ઘટના બની હતી. બાઈક ચાલક પેટ્રોલ પુરાવી બહાર નીકળતા બાઈકમાં અચાનક ભીષણ આગ લાગી હતી.. આથી આખું બાઇક બળીને ખાખ થઈ ગયું હતું. બનાવની વિગત મુજબ, વલસાડ જિલ્લાના ધરમપુર નાના-મોટા માર્ગ પર આવેલા માલનપાડા પાસે પેટ્રોલ ભરાવી બહાર નીકળેલી પ્લસર બાઈકના ચાલકે અચાનક બાઈકમાં ધુમાડો નીકળતા બાઈક સાઈડમાં મૂકી દીધી હતી અને જોત-જોતામાં બાઈકમાં કોઈ અગમ્ય કારણસર આગ પકડી લેતા આખું બાઈક આગની લપેટમાં આવી ગયું હતું.

    આ પણ વાંચો: બસ અને વાન વચ્ચે ગમખ્વાર અકસ્માત; કારનું પડીકું વળી જતાં ત્રણનાં મોત

    કેમ લાગી આગ?

    આ ઘટના અંગેની જાણકારી ફાયર વિભાગને થતાં ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, તે પહેલાં આખું બાઈક સળગી ગયું હતું. સદનસીબે આ બનાવમાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. જોકે, આવા લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Fire News, Gujarat News, Valsad news

    विज्ञापन
    विज्ञापन