Home /News /valsad /Valsad: 'વનરાતે વનમાં મીંઢોળ જાજા..'લગ્ન ગીત વગર તો પ્રસંગ સૂનો લાગે, જુઓ વીડિયો

Valsad: 'વનરાતે વનમાં મીંઢોળ જાજા..'લગ્ન ગીત વગર તો પ્રસંગ સૂનો લાગે, જુઓ વીડિયો

X
લગ્ન

લગ્ન પ્રસંગમાં પ્રાચીન સંસ્કૃતિ મુજબ લગ્નના ગીતો ગાવવામાં આવે છે

લગ્નમાં લગ્ન ગીતોનું અનેરું મહત્વ છે. મહિલાઓ લગ્નની દરેક વિધિમાં જુદાજુદા ગીતો ગાતા હોય છે. એટલું જ નહીં જાણ માંડવે આવે ત્યારે બન્ને પક્ષે સામસામા ફટાણા ગાવા આવે છે,જે લગ્નમાં અનોખો જ માહોલ બનાવે છે. જોકે આજે ખુબ ઓછા પ્રસંગમાં આ જોવા મળે છે.

વધુ જુઓ ...
    Akshay Kadam, Valsad:હવે લગ્નમાં કલાકાર બોલાવી ગીતનું આયોજન થાય છે. લગ્નમાં મહિલાઓ ગીત ગાતા હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આજે હજુ ગામડામાં લગ્ન પહેલા મહિલાઓ ગીત ગાય છે. પરંતુ શહેરમાં આછું થતું જાય છે. ગણેશ સ્થાપનાથી લઈને લગ્નની દરેક વિધિમાં મહિલાઓ ગીતો ગાતા હોય છે. વળી સામા પક્ષના વેવાઈને એક આગવી પ્રથાથી ફટાણા આપવામાં આવતા હોય છે. અને લગ્ન પ્રસંગના માહોલ વચ્ચે લગ્ન ગીતોનું એક અનેરૂ મહત્વ હોય છે.લગ્નએ આપણા સમાજનો સૌથી મોટો પ્રસંગ હોઈ છે.

    આ પ્રસંગની ઉજવણીમાં કોઈ કસર છોડવામાં આવતી નથી. બીજા કોઈ પણ પ્રસંગ કરતાં લગ્ન પ્રસંગનું મહત્વ અનેરું છે. જેમના ઘરમાં લગ્ન પ્રસંગ આવે ત્યારે તેઓ ઘરમાં ખુશીનો માહોલ હોય છે. ગીત-સંગીત અને ફટાણા લગ્ન પ્રસંગને વધુ મજેદાર બનાવે છે. ધીમે ધીમે ફટાણા લુપ્ત થઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાં આ પ્રથા હજુ યથાવત છે. પ્રાંતિય રિવાજ મુજબ ગીતએ સંસ્કૃતિનો એક ભાગ છે. પહેલાના સમયમાં લગ્ન ગીતથી જ તમામ વિધિઓ કરવામાં આવતી હતી. આ સમગ્ર સંસ્કૃતિ લુપ્ત થવાને આરે છે. આ સંસ્કૃતિને બચાવવા માટે હજી પણ ગ્રામ્ય વિસ્તારોમાં વડીલો દ્વારા લગ્ન ગીતો ગાવાની પ્રથા ચાલુ છે.

    આ ગીતોથી શરૂઆત થાય છે

    ગણેશ સ્થાપનાની શુભ મંગલ શરૂઆત કરવામાં આવે છે,ત્યાંથી લઈને લગ્ન પ્રસંગ સુધી મહિલાઓ દ્વારા ગીતો ગાવામાં આવે છે. જેમાં 'ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા, ગણેશજી વરદાન દેજો રેમારા ગણેશ દુંદાળા' , વનરાતે વનમાં મીંઢોળ જાજા જેવા ગીતો ગાવામાં આવે છે.

    લગ્નમાં ગવાતા રમુજી ફટાણા

    લગ્નમાં જાન માંડવે આવે ત્યારે બન્ને પક્ષે ફટાણા એટલે કે રમુજી ગીત ગાવા આવે છે. બન્ને પક્ષના મહિલા સામસામે આ ગીત ગાતા હોય છે. જેમાં જમાઈ જમાઈ જમતા જાઓ અને હાથમાં પાઘડી લેતા જાઓ પાઘડીમાં મોટો સાપ અને એ છે જમાઈ નો મોટો બાપ, આ પ્રકારના ફટાણા આપતા હોય છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Local 18, Marraige, Songs, Valsad 18

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन