Home /News /valsad /વલસાડ: ઘરમાં તાળું મારી ચાવી બુટમાં મૂકી ને કાંડ થયો, સોનું-રોકડ બધું જ સાફ થઇ ગયું

વલસાડ: ઘરમાં તાળું મારી ચાવી બુટમાં મૂકી ને કાંડ થયો, સોનું-રોકડ બધું જ સાફ થઇ ગયું

25 તોલા સોનું અને 25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી

Valsad Crime: ઘરમાં તાળું મારીને તાળાની ચાવી આસપાસમાં મુકનારા લોકો સાવધાન થઇ જજો. ઘરમાં તાળું મારી ચાવી બુટમાં મુકવી ભારે પડી, સોનું-રોકડ બધું જ સાફ થઇ ગયું

    ભરતસિંહ વાઢેર, વલસાડ: ઘરમાં તાળું મારીને તાળાની ચાવી આસપાસમાં મુકનારા લોકો સાવધાન થઇ જજો. તમારા જ તાળાની ચાવીથી તમારા ઘરમાં ચોરી થઈ શકે છે. એવો જ એક લાલબત્તી સમાન કિસ્સો વલસાડનાં છીપવાડમાં સામે આવ્યો છે. છીપવાડનાં દિયા એપાર્ટમેન્ટમાં રહેતા વૈશાલીબેન બુટમાં ચાવી મુકી બજાર ગયા હતા. એક ગઠિયો બુટમાંથી ચાવી લઈને ઘરમાં ધૂસ્યો હતો અને 25 તોલા સોનું અને 25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી કરીને ફરાર થઇ ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.

    ભાગતો ચોર એપાર્ટમેન્ટમાં લગાવેલા CCTV કેમેરા કેદ

    શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે. રાત્રે ચોરી કરી પોલીસને હંફાવનાર તસ્કરો હવે તો દિવસે પણ લાખોનો હાથ ફેરો કરી પોલીસને જાણે પડકાર ફેંકી રહ્યા છે. વલસાડના છીપવાડમાં આવેલા દિયા એપાર્ટમેન્ટમાં એક તસ્કર ઘોળા દિવસે વેપારીના ફ્લેટનું તાળું ખોલીને સોનાના દાગીના અંદાજિત 25 તોલા સોનું તથા રૂપિયા 25,000 રોકડા મળી કુલ 10.25 લાખની ચોરી કરીને ફરાર થઈ ગયો છે. ભાગતો ચોર એપાર્ટમેન્ટમાં લગાવેલા CCTV કેમેરા કેદ થયો છે.



    આ પણ વાંચો: સસરાએ વહુની છાતી પર હાથ મૂકી ધમકી આપી, "આને ઘરમાં પુરીને સળગાવી દો"

    ફ્લેટમાં તાળું મારીને ચાવી બુટમાં મૂકી હતી


    ઘટનાની વિગતે વાત કરીએ તો, વલસાડના છીપવાડમાં આવેલા દિયા રેસિડેન્સી એપાર્ટમેન્ટના બીજા માળે 205માં રહેતા કિશોરભાઈ જયંતીલાલ મોદી તેઓ શાકભાજીનો વેપાર કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. કિશોરભાઈ દુકાન ઉપર હતા ત્યારે તેમની ધર્મ પત્ની વૈશાલીબેન ફ્લેટમાં તાળું મારીને ચાવી બુટમાં મૂકીને દુકાન ઉપર ગયા હતા, ત્યારે એક યુવાન ફ્લેટમાં આવ્યો હતો. વૈશાલીબેને યુવાનને પૂછ્યું કે, તમે શા માટે આવ્યા છો અહીં, તો યુવાને જણાવ્યું હતું કે, હું અહીં ફર્નિચરનું કામ કરવા માટે આવ્યો છું.

    25 તોલા સોનું , 25,000 રોકડાની ચોરી

    વૈશાલીબેને બુટમાં ચાવી મુકી બજાર જવા માટે નીકળી ગયા હતા. જોકે, બુટમાં ચાવી મુકતા યુવાને જોયું હતું. આજ ગફલત મોદી પરિવારને ભારે પડી છે. યુવાને બુટમાંથી ચાવી કાઢીને ફ્લેટનું તાળું તોડીને બેડરૂમમાં મુકેલા કબાટને ચપ્પુ અને સણસી વડે તોડી કબાટમાંથી સોનાના દાગીના ચોરી ગયો હતો. સોનાના દાગીના અંદાજે 25 તોલા સોનું જેની આશરે કિંમત 10 લાખ રૂપિયા છે અને 25,000 રોકડા રૂપિયા મળીને કુલ 10.25 લાખનું સોનુ તસ્કર ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. ચોરીને અંજામ આપી દિવાલ કુદીને ભાગતો ચોર CCTV કેમેરામાં કેદ થયો હતો.

    વલસાડ સીટી પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે થોડા સમય માટે પોતાના ફ્લેટની ચાવી મુખ્ય દરવાજાની બહાર પડેલી ચીજ વસ્તુઓની નીચે સંતાડીને જતા લોકો માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Valsad news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन