Home /News /valsad /વલસાડ: ગરબા રમી રહેલા યુવક પર તૂટી પડ્યા હુમલાખોરો, ચપ્પુ વડે હુમલો

વલસાડ: ગરબા રમી રહેલા યુવક પર તૂટી પડ્યા હુમલાખોરો, ચપ્પુ વડે હુમલો

ગરબા રમી રહેલા એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો.

Valsad Crime: વલસાડના એસટી વર્કશોપ વિસ્તારમાં યોજાયેલા ગરબા મહોત્સવમાં ગરબા રમી રહેલા એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો.

    ભરતસિંહ વાઢેર, વલસાડ: ગઈરાત્રે વલસાડના એસટી વર્કશોપ વિસ્તારમાં યોજાયેલા ગરબા મહોત્સવમાં ગરબા રમી રહેલા એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો.

    હુમલાખોરો નિલેશ પટેલ નામના યુવકને ચપ્પુના ઘા ઝીંકીને ફરાર થઈ ગયા હતા. આમ ગરબામાં યુવક પર થયેલા જીવલેણ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગરબા રમી રહેલા યુવક પર હુમલાની ઘટના બનતા વલસાડ સીટી પોલીસ પણ  દોડતી થઈ ગઈ હતી.

    પ્રાથમિક માહિતી મુજબ, ગરબા રમતા યુવક પર થયેલા હુમલાનું કારણ અંગત અદાવત હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હુમલાખોરો હજુ પોલીસ પહોંચથી દૂર છે. વલસાડ સીટી પોલીસે ગરબા રમી રહેલા યુવક પર હુમલો કરનાર આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

    આ પણ વાંચો: સુરત: ફાફડા-જલેબી માટે પડાપડી, સવારે 4 વાગ્યાથી લાગી લાઇનો

    બનાવની વિગત મુજબ, વલસાડ શહેરના એસ.ટી વર્કશોપ ખાતે નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હતો. આ ગરબામાં અબ્રામાના ઝરણાં પાર્ક જમીલા એપાર્ટમેન્ટમાં રહેતો નિલેશ પટેલ નામાનો યુવક પણ ગરબા રમી રહ્યો હતો. આ દરમિયાન નિલેશ સાઈડ ઉપર આવીને ઉભો હતો. તે દરમિયાન અબ્રામાના રાજ એપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ ઉર્ફે દંગો રાઠોડ અચાનક પાછળથી તેના સાગરીતો સાથે આવીને નિલેશ પટેલ ઉપર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયો હતો.

    નિલેશને કમરના ભાગે ત્રણ અને હાથના ભાગે બે ચપ્પુના ઘા માર્યા હતા. હુમલાની ઘટના બનતાજ ખેલૈયાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવક નિલેશ પટેલને સારવાર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને યુવકનું નિવેદન નોંધી આરોપીઓનો પકડવા ચક્ર ગતિમાન કર્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Valsad news

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन