Home /News /valsad /Valsad Crime: આધેડ સાથે મિત્રતા કેળવી બેંક ATM નો PASSWORD મેળવી રૂ.3.23 લાખની છેતરપિંડી 

Valsad Crime: આધેડ સાથે મિત્રતા કેળવી બેંક ATM નો PASSWORD મેળવી રૂ.3.23 લાખની છેતરપિંડી 

બેંક ATM નો PASSWORD મેળવી રૂ,3.23 લાખની છેતરપિંડી કરનાર આરોપીના જામની નામંજૂર

Valsad News: વલસાડનાં ગુંદલાવમાં રહેતા એક આધેડ સાથે મિત્રતા કેળવી એક આરોપીએ આધેડ ના બેંક ATM નો PASSWORD મેળવી 3.23 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે આધેડ

વલસાડના ગુંદલાવ મા રહેતા એક આધેડ સાથે મિત્રતા કેળવી એક આરોપીએ આધેડ ના બેંક ATM નો PASSWORD મેળવી 3.23 લાખની છેતરપિંડી કરી હતી. આ અંગે આધેડ એ વલસાડ સાઇબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અને ફરિયાદ ના આધારે સાયબર ક્રાઇમ પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ કેસમાં આરોપી એ વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા આરોપીના જામીન અરજી રદ કરતો હુકમ કરવામાં આવતો હતો.
બનાવની વિગત મુજબ વલસાડના ગુંદલાવ GIDC મા રવિ ટ્રાન્સપોર્ટની બાજૂમાં શક્તિ નગરમાં રહેતા 55 વર્ષીય ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ છેતરપિંડી નો ભોગ બન્યા હતા. આ આધેડ અગાઉ સુરત ના ઘોડદોડ રોડ ઉપર આવેલ પનાસ ગામ,એગ્રીકલ્ચર ફાર્મ પાસે રહેતા હતા. અને જ્યા તેમના પાડોશમાં જ રહેતા એક યુવાને મિત્રતા કેળવી આધેડ ના બેંક ATM નો PASSWORD મેળવી 3.23 લાખની છેતરપિંડી કરી હતી.
55 વર્ષીય ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ ની તેમના પાડોશમાં જ રહેતા કુણાલ વસંતભાઇ પવાર સાથે મિત્રતા થતાં તેમના BANK ACCOUNT માંથી ATM દ્વારા પૈસા ઉપાડવા ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ તેની મદદ લઇને પૈસા ઉપાડતા હતા. અને છેલ્લા 9 માસથી તેમણે તેમના BANK ACCOUNT ની તપાસ કરી ન હતી. જોકે ત્યારબાદ તપાસ કરતાં BANK ACCOUNT માંથી રૂ.3.23 લાખની રકમ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં ઉપડી ગઇ હોવાનું જણાય આવતા. ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ એ 1 સપ્ટેમ્બર 2021 ના રોજ વલસાડ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ વિવિધ ટીમો બનાવી ને તપાસ હાથ ધરી હતી. અને આરોપી કુણાલે ગોરધનભાઇ ભીખાભાઇ રાઠોડ ના BANK ACCOUNT ના ATM નો PASSWORD અને OTP મેળવી લઇ છેતરપિંડી કરતા તેને સુરતથી ઝડપી લીધો હતો.
આ કેસમાં આરોપી કુણાલ પવારે વલસાડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી મૂકતા ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી એડિ.સેશન્સ જજ એમ.આર.શાહે આરોપીની જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો.
First published:

Tags: Bank account, Fraud, OTP, Password, એટીએમ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો