Home /News /valsad /

Astol Water Supply Project: સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ, 4.50 લાખ લોકોને મળશે લાભ

Astol Water Supply Project: સરકારનો મહત્વાકાંક્ષી એસ્ટોલ પ્રોજેક્ટ પૂર્ણ, 4.50 લાખ લોકોને મળશે લાભ

એસ્ટોલ પ્રોજેક્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એક મોટો પડકાર હતો. એન્જિનિયર્સે આ તમામ પડકારોનો સામનો કરીને આ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે.

વધુ જુઓ ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM narendra Modi) 10 જૂનના રોજ એક વાર ફરી ગુજરાતની મુલાકાત (PM Modi Gujarat visit) લેશે. આ દરમિયાન એસ્ટોલ પ્રોજેક્ટ (Astol Water Supply Project)નું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ઉદ્ઘાટન કરશે. પ્રોજેક્ટ વલસાડ (Valsad) જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડાઓ અને 1028 ફળિયાઓમાં રહેનારા 4.50 લાખ લોકોના જીવનમાં એક નવું પરિવર્તન લાવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એક મોટો પડકાર હતો. એન્જિનિયર્સે આ તમામ પડકારોનો સામનો કરીને આ પ્રોજેક્ટ પૂરો કરી લીધો છે. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. તેના દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડીને આ પહાડી વિસ્તારમાં પાણીનું વિતરણ અમે શક્ય બનાવ્યું છે.



ગુજરાત માટે એસ્ટોલ પ્રોજેક્ટ શા માટે છે ખાસ?

આદિવાસી વિસ્તાર ધરમપુર અને કપરાડાની ભૌગોલિક રચના એવી છે કે ત્યાં ન તો વરસાદના પાણીનો સંગ્રહ થઈ શકે છે કે ન તો ભૂગર્ભજળની પરિસ્થિતિ સારી છે, કારણકે અહીંની મોટાભાગની જમીન પથરાળ છે અને તેના કારણે વર્ષાઋતુના સમયમાં અહીંના જળાશયોમાં પાણી તો ભરાઈ જાય છે, પરંતુ તે પાણી જમીનની અંદર નથી ઉતરી શકતું. તેના કારણે વર્ષાઋતુના થોડાક સમય પછી જ અહીંના જળાશયો સંપૂર્ણપણે સૂકાઈ જાય છે. વર્ષ 2018માં રૂ.586.16 કરોડના ખર્ચે આ પહાડી વિસ્તારમાં રહેતા લોકો સુધી દરરોજ પીવાનું પાણી પહોંચે તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે એસ્ટોલ પ્રોજેક્ટની શરૂઆત કરી છે.

આ પણ વાંચો- સાબરકાંઠાના પ્રગતિશીલ ખેડૂતે સોશિયલ મીડિયા દ્વારા સફરજનની સફળ ખેતી કરી દેખાડી

શું છે એસ્ટોલ પ્રોજેક્ટ

મધુબન બંધ (વોટર હોલ્ડિંગ ગ્રોસ કેપેસિટી 567 મિલિયન ક્યુબિક મીટર) ના પાણીને પંપિંગ સ્ટેશનથી ઉપર ઉઠાવીને (લિફ્ટ ટેક્નિક) લોકોના ઘરો સુધી પાણી પહોંચાડવાની યોજના છે.
Published by:rakesh parmar
First published:

Tags: Gujarati news, Narendra modi gujarat visit, Pm modi in gujarat, Valsad

આગામી સમાચાર