Home /News /valsad /વલસાડમાં લગ્નનો સામાન લેવા નીકળેલા વરરાજાને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત, પરિવારજનોનું આક્રંદ

વલસાડમાં લગ્નનો સામાન લેવા નીકળેલા વરરાજાને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત, પરિવારજનોનું આક્રંદ

ઇન્સેટમાં મૃતક વરરાજાની તસવીર

વલસાડમાં લગ્નનો સામાન લેવા માટે નીકળેલા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

    ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના તીઘરા ગામમાં લગ્નનો મંડપ બંધાઈ રહ્યો હતો. ત્યાં લગ્નગીતોને બદલે મરશિયા ગાવાનો વારો આવ્યો છે. લગ્નનો સામાન લેવા માટે નીકળેલા યુવકને અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના મામલે તપાસ હાથ ધરી હતી.

    લગ્નના માંડવે મરશિયા ગૂંજ્યાં


    મળતી માહિતી પ્રમાણે, પારડીના તીઘરા ગામે મનોજ નાયકા નામના યુવકના પાંચ દિવસ બાદ લગ્ન લેવાઈ રહ્યા હતા. જો કે, આજે ઘરે લગ્નનો મંડપ બંધાઈ રહ્યો હતો. ત્યારે જેના લગ્ન હતા તે યુવક મનોજ નાયકા હોંશે હોશે લગ્નના મંડપનો સામાન લેવા ઘરથી નીકળ્યો હતો. ત્યારે સામાન લઈને પરત ફરતી વખતે ઉદવાડાના ઓરવાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર તેને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં જ તેમના પર આભ ફાટ્યું હતું. લગ્નનો પચરંગો માંડવો બંધાયો હતો ત્યાં હવે લગ્નગીતની જગ્યાએ મરશિયા ગાવાનો વારો આવતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે.


    પોલીસે કાર્યવાહી હાથ ધરી


    આ ઘટનાને પગલે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો સહિત આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને સમગ્ર ઘટના વિશે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Accident in Valsad, Valsad Crime news, Valsad news, Valsad police