વલસાડ: વલસાડમાં પાર નદીમાં છ વિદ્યાર્થીઓ ડૂબ્યા હોવાની ઘટના બનતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નદીમાં છ વિદ્યાર્થી ડૂબ્યા હતા, જેમાંથી ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા, જ્યારે બે વિદ્યાર્થીઓના ડૂબી જવાથી મોત નિપજ્યાં છે. આ વિદ્યાર્થીઓ નદીમાં નાહવા પડ્યા હતા. બે વિદ્યાર્થીઓના મોતથી પંથકમાં શોક ફેલાયો છે.
સ્થાનિકો મદદ માટે દોડી આવતાં 4 વિદ્યાર્થીઓને બચાવી લેવાયા
મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીઓ પાર નદીમાં નાહવા પડ્યા હતા. જેમાંથી છ વિદ્યાર્થી પાણીના પ્રવાહમાં ડૂબી ગયા હતા. ઘટનાન પગલે બુમાબુમ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાને પગલે આસપાસના લોકો અને ચંદ્રપુરના સ્થાનિક તરવૈયાઓ મદદ માટે દોડી આવ્યા હતા. તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં કૂદીને વિદ્યાર્થીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. જેના લીધે ચાર વિદ્યાર્થીઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. તાત્કાલિક મદદ મળતાં ચાર વિદ્યાર્થીઓના જીવ બચાવી શકાયા હતા.
જોકે, નદીમાં ડૂબી જવાથી બે વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે. બે વિદ્યાર્થીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ઘટનાને પગલે દોડી આવેલી પોલીસે મૃતદેહ પીએમ માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે વિદ્યાર્થીઓના મોતથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઇછે. જ્યારે આ સમગ્ર મામલે વલસાડ રૂરલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.