Home /News /valsad /વલસાડ: પીધેલાઓથી પોલીસ સ્ટેશન હાઉસફૂલ, મંડપ બાંધ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

વલસાડ: પીધેલાઓથી પોલીસ સ્ટેશન હાઉસફૂલ, મંડપ બાંધ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનનો પીધેલાઓથી હાઉસફુલ થયા

Valsad 31 December Celebration: વલસાડ જિલ્લા પોલીસે પણ થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં સપાટો બોલાવ્યો, એટલા પીધેલા ઝડપાયા કે પોલીસ સ્ટેશનની બહાર મંડપ બાંધવા પડ્યા, હોલ ભાડે રાખવા પડ્યા

ભરતસિંહ વાઢેર, વલસાડ: થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈ પાર્ટીના શોખીનોમાં થનગનાટ જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસે પણ થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીમાં સપાટો બોલાવીને કરી હતી. જિલ્લામાં નશાની હાલતમાં ઝડપાયેલા શોખીનોને નવા વર્ષે જ કાયદાનું ભાન કરાવ્યું હતું. વલસાડ જિલ્લામાં મોટી સંખ્યામાં પીધેલાઓ નશાની હાલતમાં ઝડપાતા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનનો પીધેલાઓથી હાઉસફુલ થયા હતા.

આરોપીઓને રાખવા મંડપો બાંધ્યા, હોલ ભાડે રાખ્યા

પોલીસ સ્ટેશનના લોકઅપનો પનો પણ ટૂંકો પડતા કેટલાક પોલીસો સ્ટેશનની બહાર આરોપીઓને રાખવા મંડપો બાંધવામાં આવ્યા હતા. ક્યાંક હોલ પણ ભાડે રાખવા પડ્યા હતા. આમ વલસાડ જિલ્લામાં પીધેલી હાલતમાં પોલીસના હાથે ઝડપાયા ઝડપાયેલા શોખીનોની નવા વર્ષની પહેલી રાત પોલીસ સ્ટેશનમાં જ વિતાવવાનો વારો આવ્યો હતો.


આ પણ વાંચો: દેશ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે જ્યારે નડાબેટ બોર્ડર પર BSFના જવાનો દેશની સેવામાં મસ્ત જોવા મળે છે

નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને સબક

મહત્વપૂર્ણ છે કે, વલસાડ જિલ્લો સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રની હદ પર આવેલો છે. આ તમામ પ્રદેશોમાં દારૂની છૂટ છે. આથી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી માટે રાજ્યમાં યોજાતી દારૂ પાર્ટીઓમાં આ પ્રદેશોમાંથી મોટા પ્રમાણમાં દારૂ ગુજરાતમાં ઘુસાડવા બૂટલેગરો અવનવી તરકીબો અજમાવે છે. આથી આ વખતે રાજ્યમાં દારૂની રેલમ છેલ રોકવા વલસાડ જિલ્લા પોલીસે વિશેષ સેકશન પ્લાન તૈયાર કર્યો હતો. જે અંતર્ગત વલસાડ જિલ્લાને સ્પર્શતી 35 જેટલી આંતર રાજય ચેકપોસ્ટો પર પોલીસનું સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે જ આ પ્રદેશોમાંથી નશાની હાલતમાં ગુજરાતમાં પ્રવેશતા શોખીનોને પણ સબક શીખવવા પોલીસે તમામને નશાની હાલતમાં ઝડપાયેલ શોખીનોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવતા હતા.

પોલીસ સ્ટેશનો પીધેલાઓથી હાઉસફૂલ

પોલીસ સ્ટેશનનો પર એકસાથે મોટી સંખ્યામાં આરોપીઓ ઝડપાતા પોલીસ સ્ટેશનોનો પનો પણ ટૂંકો પડ્યો હતો. પોલીસ સ્ટેશનના લોકઅપ અને પોલીસ સ્ટેશન હાઉસફૂલ થઈ જતા આરોપીઓને રાખવા પોલીસે પોલીસ સ્ટેશનની બહાર મંડપો બાંધ્યા હતા. કેટલાક પોલીસ સ્ટેશન દ્વારા આરોપીઓને રાખવા હોલ પણ ભાડે રાખ્યા હતા. ન્યૂઝ18 ગુજરાતીની ટીમે પણ મધરાત્રે વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનોની હાલત જાણવા પ્રયાસ કર્યો હતો.
First published:

Tags: Gujarat News, New year party, Valsad news