Home /News /valsad /Valsad News: વલસાડના ધરમપુર વિસ્તારના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાનની બીક

Valsad News: વલસાડના ધરમપુર વિસ્તારના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ, ખેડૂતોને પાકમાં નુકસાનની બીક

વલસાડના ધરમપુરમાં કમોસમી વરસાદ વરસ્યો

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

ભરતસિંહ વાઢેર, ધરમપુરઃ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વલસાડના ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારે સાંજના સમયે માવઠું પડ્યું હતું.

હવામાન વિભાગની આગાહી સાચી પડી


હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી હતી. ત્યારે સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. સમી સાંજે ધરમપુર વિસ્તારના અંતરિયાળ ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ ડાંગમાં માવઠું, અનેક વિસ્તારોમાં વરસાદ; કાલે અહીં પડી શકે છે વરસાદ

ડાંગમાં પણ વરસાદી માહોલ છવાયો


રાજ્યમાં હવામાનને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યના હવામાનમાં અચાનક જ પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે સોમવારે બપોરે ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચોઃ દેશના 11 રાજ્યોમાં વરસાદ ખાબકવાની તૈયારી

બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ


બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળે છે. અરબી સમુદ્રમાંથી આવતા ભેજને કારણે પણ ગુજરાતના દરિયા કિનારાના તાપમાનમાં ફરક પડતો હોય છે તો સાથે જ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ સર્જાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો આવે છે. ચક્રવાતી તોફાન "મૈડૂસ" સંદર્ભે પવનની મહત્તમ ગતિ 85 કિમી પ્રતિ કલાકની ઝડપને પાર કરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે મંડસ ચક્રવાતને કારણે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે તેની અસર ગુજરાત પર પણ થવાની આગાહી છે. જેના કારણે ગુજરાતમાં ત્રણ દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોમાં ચિંતાનાં વાદળો છવાયા છે.
First published:

Tags: Gujarat Rain Update, Gujarat Rain Updates, Gujarat Weather, Gujarat Weather alert, Gujarat Weather Forecast, Gujarat weather update, Gujarat Weather Updates, Valsad news

विज्ञापन