Home /News /valsad /કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના કાફલાને અકસ્માત નડ્યો, એક સાથે ત્રણ કાર અથડાઇ

કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશના કાફલાને અકસ્માત નડ્યો, એક સાથે ત્રણ કાર અથડાઇ

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ નવસારી અને વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા.

કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ (Darshanaben Jardoshs)ના કાફલાને અકસ્માત (Road Accident) નડ્યો છે. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશના કાફલાનું પાયલોટિંગ કરતી કાર સહિત અન્ય કારને અકસ્માત નડ્યો છે. જોકે આ અકસ્માતમાં કેન્દ્રીય મંત્રીને કોઇ ઇજા પહોંચી નથી. અકસ્માત બાદ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશની કારને રવાના કરી દેવામાં આવી હતી.પ્રાપ્ત જાણકારી અનુસાર, કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ નવસારી અને વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેઓ અમદાવાદથી મુંબઇ વચ્ચેના ચાલત બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામન નિરિક્ષણ માટે પહોંચ્યા હતા. જ્યારે તેઓ નવસારીની મુલકાત બાદ વલસાડ તરફ આવી રહ્યા હતા. તે સમયે અલીપોર ઓવરબ્રીજ નજીક મંત્રીની સાથેના એક અધિકારીની કાર અને પાયલોટિંગ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કેન્દ્રીય મંત્રીના કાફલામાં રહેલી ત્રણ કાર એકસાથે ટકરાઇ હતી.

આ પણ વાંચો- કપલ બોક્સ બાદ સુરત શહેરમાં મસાજ પાર્લરની આડમાં ચાલતા કુટણખાનાં પર ત્રાટકી પોલીસ

આ અકસ્માતના પગલે મંત્રીના કાફલામાં દોડભાગ મચી જવા પામી હતી. જોકે આ અકસ્માતમાં કોઇને ઇજા પહોંચી નથી અને માત્ર વાહનોને સામાન્ય નુક્સાન થયું હતું. બાદમાં કેન્દ્રીય મંત્રી પોતાની કારમાં રવાના થઇ ગયા હતા અને પોતાનો પ્રવાસ યથાવત રાખ્યો હતો. ઘટનાની જાણ થતા જ ચીખલી પોલીસ દ્વારા આ અકસ્માત અંગે તપાસ શરૂ કરી દેવામા આવી છે.

આ પણ વાંચો- ગુજરાત શિક્ષણ વિભાગનો મહત્ત્વનો નિર્ણય, શિક્ષકોની બદલી-બઢતીના નિયમોમાં મોટો ફેરફાર

મહત્વનું છે કે દર્શના જરદોશ 2009માં પ્રથમવાર લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા. આ ઉપરાંત તેઓ 2014માં પણ ફરીથી અહીં વિજય થયા હતા. એટલું જ નહીં, પરંતુ તેમણે પ્રતિસ્પર્ધી કરતાં 5,33,190 વધુ મત સહિત મેળવ્યાં હતાં, જે ભારતીય ચૂંટણીનાં ઇતિહાસમાં ઈન્દિરા ગાંધી પછી કોઇપણ મહિલા સાંસદ દ્વારા મેળવાયેલી સૌથી વધુ લીડ છે અને ચૂંટણી 2014 દરમિયાન ચોથા ક્રમની સૌથી વધુ લીડ છે.
First published:

Tags: Bullet train project, Darshana Jardosh, Gujarati news