Valsad News: વલસાડ જિલ્લાના ઉમરગામના ડમરુંવાડીમાં થોડા દિવસ અગાઉ થયેલી એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને યુવકની હત્યા કરનારા આરોપી કાલિયાને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે.
ભરતસિંહ વાઢેર, વલસાડઃ જિલ્લાના ઉમરગામના ડમરુંવાડીમાં થોડા દિવસ અગાઉ થયેલી એક યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે અને યુવકની હત્યા કરનારા આરોપી કાલિયાને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૃતક અને હત્યારો બંને એકબીજાના મિત્ર હતા.
આરોપી હત્યા કરીને ભાગી ગયો
વલસાડ જિલ્લાના ઉમરગામના ડમરુંવાડી વિસ્તારમાં ગઈ ત્રીજી ડિસેમ્બરે અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિ નામના એક યુવકની ધોળા દિવસે જ હત્યા કરવામાં આવી હતી. હત્યાનો આરોપી અજુર ઉર્ફે કાલિયો ગણેશ પ્રસાદ મૃતક યુવકનો મિત્ર હતો. આ મિત્રએ જ સામાન્ય બોલાચાલી બાદ અવંત પ્રજાપતિની ચપ્પુના ઉપરાછાપરી ઘા ઝીંકી અને સ્થળ પર જ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપી મિત્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ ઉમરગામ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે આરોપીને પકડવાની કવાયત હાથ ધરી હતી. ત્યારે ગણતરીના દિવસમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
" isDesktop="true" id="1300107" >
રૂપિયાની લેતીદેતી મામલે હુમલો
પોલીસે આરોપી યુવકની કડક પૂછપરછ હાથ ધરી હતી. તેમાં તેણે જણાવ્યુ હતુ કે, બંને વચ્ચે મિત્રતા દરમિયાન રૂપિયાની લેતી દેતી થઈ હતી. આથી રૂપિયાની લેતીદેતીના મામલે બંને વચ્ચે બનાવના દિવસે ઉગ્ર બોલાચાલી અને બબાલ થઈ હતી. તેમાં ઉશ્કેરાઈને આરોપી કાલિયાએ હથિયારથી તેના મિત્ર પર હુમલો કર્યો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેણે હથિયાર સગેવગે કરીને મુંબઈ ભાગી ગયો હતો. ત્યારે પોલીસને બાતમી મળતા ઉમરગામ પોલીસ પહેલા મુંબઈ પહોંચી હતી. જો કે, ત્યાં કાલીયાની કોઈ ભાળ નહીં મળતા આખરે ઉમરગામ પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે અજીત ઉર્ફે કાલીયા હરિજનને તેના વતન ઉત્તર પ્રદેશના કૃષિનગરના કાસીયા ગામમાંથી પકડી લીધો હતો.