Home /News /valsad /

Vapi: વાપી નજીક દમણ ગંગા નદીમાં 2 યુવકો ડૂબ્યા, પરિવારજનોનું સ્થળ પર ભારે આક્રંદ

Vapi: વાપી નજીક દમણ ગંગા નદીમાં 2 યુવકો ડૂબ્યા, પરિવારજનોનું સ્થળ પર ભારે આક્રંદ

ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકોની શોધખોળ કરવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાયટરોની મદદથી પાણીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ભોગ બનેલ બન્ને યુવકોના પરિવારજનો પણ  સ્થળ પર પહોંચતાં તેમના આ આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર,વાપી: વાપી (Vapi)ના હરિયા પાર્ક વિસ્તાર (Hariya Park area) નજીકથી પસાર થતી દમણ ગંગા નદી (Damn ganga River) ખાડીમાં બે યુવકો ડૂબવાની ઘટના સામે આવી છે. નાહવા પડેલા યુવકો પાણીમાં ગરકાવ (Two youths drowned in Daman Ganga river) થઇ જતાં સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટર અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ફાયટરોની મદદથી પાણીમાં ડૂબેલા યુવકોની શોધખોળ હાથ ધરી હતી. ભોગ બનેલ બન્ને યુવકોના પરિવારજનો પણ  સ્થળ પર પહોંચતાં તેમના આ આક્રંદથી સમગ્ર વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

    બનાવની વિગત મુજબ વાપીના હરિયા પાર્કની પાછળથી પસાર થતી દમણગંગા નદીમાં બે યુવકો નહાવા ગયા હતા.  ડુંગરાના દાદરી ફળીયા વિસ્તારમાં રહેતા અને સફાઈનું કામ કરતા અજય અને બબ્બુ નામના બે યુવકો આજે રજાના દિવસે નદીમાં નહાવા ગયા હતા. જોકે યુવકો જે જગ્યાએ નહાવા પડ્યા એ જગ્યાએ પાણી ઊંડુ હોવાથી બંને યુવકો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આથી કિનારા નજીક રહેલા લોકોને તેની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો- ભાવનગરમાં વીજળી પડતા કાકા-ભત્રિજાનું મોત

    ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવકોની શોધખોળ કરવા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. અને ડુબેલા બંને યુવકોની શોધખોળ શરું કરી હતી. જોકે કલાકો સુધી યુવકોની કોઈ ભાળ નહીં મળતા આખરે સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી હતી. આમ સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા પાણીમાં ડૂબેલા અજય અને બબ્બું  નામના બંને યુવકોની શોધખોળ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ ડૂબેલા બંન્ને યુવકોના પરિવારજનો પણ નદી કિનારે પહોંચ્યા હતા. અને તેમના આક્રંદથી સમગ્ર વિસ્તારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

    આ પણ વાંચો- VIDEO: સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઇ ત્રણ શખ્સોને દોરડાથી બાંધી દીધા

    મહત્ત્વપૂર્ણ છે કે આ અગાઉ પણ આ જગ્યા પર અનેક વખત આવા બનાવ બની ચૂક્યા છે. આ અગાઉ પણ આ જગ્યા પર શાળાના બાળકો, નાના બાળકો અને અન્ય લોકો પણ ડૂબવાના  બનાવ બની ચૂકયા છે. ત્યારે ગોઝારી બનતાં આ જગ્યાને કોર્ડન કરવામાં આવે કે ભયસૂચક બોર્ડ લગાવવામાં આવે તે જરૂરી છે. જોકે આજે બનેલી આ ઘટનામાં ફાયરના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ડૂબેલા યુવકોની શોધખોળ કરવા કલાકો સુધી જહેમત ઉઠાવવી પડી હતી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Gujarati news, Vapi, Vapi News

    આગામી સમાચાર