Valsad Accident: અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક બેકાબૂ બનેલી ટ્રકે અકસ્માતોની હારમાળા સર્જી, 2 લોકોના મોત
Valsad Accident: અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક બેકાબૂ બનેલી ટ્રકે અકસ્માતોની હારમાળા સર્જી, 2 લોકોના મોત
એક સાથે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ ફાટક નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad Mumbai National Highway Accident) પર એક બેકાબૂ બનેલી ટ્રકે અકસ્માતોની હારમાળા સર્જી હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ઈજા થઈ હતી.
ભરતસિંહ વાઢેર, ભિલાડ-વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામ તાલુકાના મોહનગામ ફાટક નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે (Ahmedabad Mumbai National Highway Accident) પર એક બેકાબૂ બનેલી ટ્રકે અકસ્માતોની હારમાળા સર્જી હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર લોકોને ઈજા થઈ હતી. બેકાબૂ ટ્રકે હાઈવેની બાજુમાં કેરીના લાગેલા સ્ટોલની બહાર ઉભેલા સ્ટોલ માલિકને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ હાઇવે પર મુસાફરોની રાહ જોતા એક રિક્ષાને પણ અડફેટે લીધી હતી.
જોકે રિક્ષાનો ચાલક બહાર હોવાથી તેનો બચાવ થયો હતો. રિક્ષા બાદ હાઇવે સાઈડમાં ઉભેલી કારને પણ ટ્રકે અડફેટે લીધી હતી. જોકે કાર ચાલક પણ કારની બહાર હોવાથી બચાવ થયો હતો. આટલેથી ના અટકક્તા ટ્રકે હાઈવેની બાજુમાં ઉભેલા રાહદારીને પણ અડફેટે લીધા હતા. આમ બેકાબૂ ટ્રકે એક પછી એક વાહનો અને રાહદારીઓને અડફેટે લેતા હાઇવે પર દોડધામ મચી ગઈ હતી.
બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સમજાય સર્જાયા હતા. બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા મોહનગામ ફાટક પાસે હાઇવે પરથી બેફામ દોડતી એક ટ્રકે હાઈવેની બાજુમાં ઉભેલા કેટલાક લોકોને અડફેટે લીધા હતા. ટ્રકે અડફેટે લેતા લોકો ટ્રક સાથે જ હાઇવે પર ઘસડાયા હતા. રાહદારીઓની સાથે ટ્રકે એક રીક્ષા અને એક કારને પણ ટક્કર મારી હતી. રિક્ષાને ટક્કર વાગતાં રીક્ષા હવામાં ફંગોળાઈ હતી અને કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી.
આ ઘટનામાં કુલ 2 લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકોને ઈજા થઈ હતી. ઘટનાને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં જ ભીલાડ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. આથી ભીલાડ પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક અને શોધવા સહિત તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
એક સાથે બે લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. જોકે આ ઘટનામાં મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. આથી પોલીસે ભોગ બનનારની ઓળખ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર