Home /News /valsad /વલસાડમાં પણ બની શકે છે મોરબી જેવી ઘટના

વલસાડમાં પણ બની શકે છે મોરબી જેવી ઘટના

ઔરંગા નદી પરનો બ્રીજ જર્જર સ્થિતિમાં

મોરબીની ઘટના માં ઘણા લોકો એ જીવ ગુમાવ્યો છે ત્યારે હજી પણ એવા બ્રિજ છે જે મોત ને આમંત્રણ આપી શકે છે વલસાડ માં પણ એવો જ એક બ્રિજ છે જેને માત્ર લીપાપોતી કરી ચલાવવા માં આવી રહ્યો છે.

Akshay kadam, Valsad: મોરબીની ઘટનામાં 134થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે હજી પણ એવા બ્રિજ છે જે મોત ને આમંત્રણ આપી શકે છે વલસાડમાં પણ એવો જ એક બ્રિજ છે જેને માત્ર લીપાપોતી કરી ચલાવવામાં આવી રહ્યો છે. વલસાડના કૈલાસ રોડ અને ધમડાચી ગામને જોડતા આ બ્રિજ વલસાડ અને અન્ય 40 ગામોને જોડતો આ બ્રિજ હાલ જર્જરિત સ્થિતિમાં છે.

બ્રિજની હાલત નીચેથી ખરાબ છે

ઉપરથી બ્રિજની સ્થિતિ સારી છે પરંતુ નીચે થી બ્રિજમાં રહેલા સળિયા પણ દેખવાવા લાગી રહ્યા છે.આ વર્ષે આવેલ પુરમાં આ બ્રિજના રોડ પણ ઉખડી ગયા હતા અને ખુદ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ આ બ્રિજને તાત્કાલિક રીપેર કરાવ્યો હતો.પરંતુ હાલ આજરોજ ન્યૂઝ 18ની ટીમે બ્રિજ નું નિરીક્ષણ કર્યું તે બ્રિજ નીચે થી ઘણી જગ્યા પર ક્ષતિગ્રસ્ત જોવા મળ્યો હતો.ઘણી જગ્યા પર મોટી તિરાડો જોવા મળી તો બ્રિજમાં સળિયા પણ દેખવાવા લાગ્યા હતા.



પારડીશાંઢપોર ગ્રામપંચાયત દ્વારા 15 વખત ઠરાવ કરી ને રજુઆત કરી

સમગ્ર મામલે બ્રિજ નજીક આવેલ પારડી સાંઢપોર ગ્રામપંચાયત સરપંચ ધર્મેશભાઈ પટેલ સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે 2003 માં દમણ પુલ હોનારત સર્જાઈ હતી ત્યારથી જર્જરિત છે અને તે સમયે આ પુલના નવીનીકરણ ની  માંગ કરાઈ રહી છે.





પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા આ મામલે કોઈપણ કાર્યવાહી નથી થઈ આગામી દિવસો માં પણ જો કોઈ કાર્યવાહી ન થશે તો મોરબી જેવી હોનારત નું વલસાડ માં પણ પુનરાવર્તન થઈ શકે છે.



નાણા મંત્રી એ ચોમાસા દરમિયાન બ્રિજ જર્જરિત બનતા મુલાકાત લઈ બ્રિજ બનાવવાની ખાત્રી આપી હતી

વલસાડ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેરમાં અને ૪૦ ગામોને જોડતો બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો જેને લઈને બ્રિજને ભારે નુકસાન થવા પામ્યું હતું બ્રિજમાં ભારે નુકસાન થતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજ બંધ રાખ્યો હતો જે દરમિયાન કેબિનેટ ઉર્જા અને પેટ્રોકેમિકલ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ એ પણ આ બ્રિજ ની મુલાકાત લીધી હતી અને અધિકારીઓને વહેલી તકે આ બ્રિજ નવો બનાવવા માં આવે એવા સૂચનો કર્યા હતા અને વહેલી તકે બ્રિજ નવો બને એવી ખાત્રી આપી હતી.



સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો

વલસાડ ના કૈલાશ રોડ ના પુલ બાબતે સ્થાનિકો ને પૂછતાં તેમને જણાવ્યું હતું કે આ પુલ અંગેજો ના સમય માં બનાવમાં આવ્યો હતો જે પુલ ને ઉપરથી લીપાપોથી જ કરવામાં આવી છે વારંવાર રજુઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા અમારી માંગણી સંતોસવામાં નથી આવી, અમારી સરકારને એટલી જ વિનંતી છે કે તાત્કાલિક નવા પુલ ને બનાવે એવી માંગ કરી હતી
First published:

Tags: Bridge, Collapse, Valsad