પાણી નું સ્તર ઉંચુ લાવવામાટે વરસાદના પાણી થી બોર રિચાર્જ કરવાનું શરૂ કર્યું.
વલસાડ શહેરમાં રહેતા પ્રશાંતભાઇ દેસાઇ પીવાનાં પાણી બાબતે આત્મનિર્ભર છે એમ કહી શકાય. કેમ કે, પીવાનાં અને રસોઇ બનાવવાના પાણી માટે તેમને નગરપાલિકાનાં પાણીની જરૂર નથી.
Akshay Kadam Valsad: ચોમાસા દરમિયાન વહી જતા લાખો લિટર પાણીનો યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો તેને વેડફાતુ અટકાવી શકાય છે અને લાખો પરિવારોના પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ શકે છે.
દરિયાકાંઠે આવેલા વલસાડ શહેરમાં રહેતા પ્રશાંતભાઇ દેસાઇ પીવાનાં પાણી બાબતે આત્મનિર્ભર છે એમ કહી શકાય. કેમ કે, પીવાનાં અને રસોઇ બનાવવાના પાણી માટે તેમને નગરપાલિકાનાં પાણીની જરૂર નથી.
પ્રશાંતભાઇ દેસાઇએ પોતાના ઘરમાં વરસાદી પાણીનાં સંગ્રહ માટે એક મોટ વરસાદી પાણીનો ટાંકો બનાવ્યો છે. તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. આ પાણી એકદમ શુદ્ધ હોય છે અને આખુ વરસ તે ચાલે છે.
પ્રશાંતભાઇ દેસાઇ વલસાડનાં તિથલ રોડ ખાતે આવેલી આશીર્વાદ સોસાયટીમાં રહે છે. તેમણે પોતાના ઘરનાં આંગણામાં 25,000 લીટરનો અંડરગ્રાઉન્ડ વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો છે. તેઓ કહે છે કે, આ પાણી અમારા માટે ગંગાજળ છે અને તેનો તેઓ રસોઇ અને પીવા માટે ઉપયોગ કરે છે.
તેમણે જણાવ્યું કે, મઘા નક્ષત્રમાં થતા વરસાદનું પાણી તેમના ટાંકામાં ભરે છે. આ ઉપરાંત, પાણીમાં કચરો ન આવે એ માટે ફિલ્ટર પણ બનાવ્યું છે. જે ફિલ્ટરમાં મોટી કપચી , નાની કપચી,રેતી,અને કોલસો નાખ્યો છે. આના કારણે ટાંકામાં ચોખ્ખું પાણી જ એકત્રિત થાય છે. આખા ચોમાસા દરમિયાન એકઠું થયેલું પાણી તેઓ પીવા માટે અને રસોઈ માટે ઉપયોગ કરે છે.
“વરસાદી પાણીના સંગ્રહનો અમારો અનુભવ ખૂબ સારો છે. તે પર્યાવરણનું રક્ષણ કરવાની સાથે સાથે આપણને શુદ્ધ પાણી પણ આપે છે. તમામ લોકોએ આવા વરસાદી પાણીનાં ટાંકા બનાનવા જોઇએ અને કુદરતને બચાવવા યોગદાન આપવું જોઇએ,’’ તેમણે વધુમાં ઉમેર્યુ હતું.